શોધખોળ કરો
Advertisement
ભાજપે ગુજરાતની કઈ બેઠક પર હજુ સુધી ઉમેદવારની નથી કરી જાહેરાત? જાણો વિગત
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જોકે, હજુ સુધી ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠક પર ગત ચૂંટણીમાં અભિનેતા પરેશ રાવલ ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે તેમને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.
આ સીટ પર ભાજપ અભિનેતા મનોજ જોશીને ઉતારે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. મનોજ જોશી ઉપરાંત આ બેઠક પર પૂર્વ સાંસદ હરીન પાઠક, અસિત વોરા અને સી.કે. પટેલનું નામ ચાલી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પાટીદાર અનામત આંદોલનના નેતા ગીતાબેન પટેલને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે હવે ભાજપ કોને મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર રહેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement