શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન પર હુમલો કરવામાં સક્ષમ વડાપ્રધાન માટે અમે BJP સાથે કર્યું ગઠબંધન: ઉદ્ધવ ઠાકરે
ભાજપ સાથે ગઠબંધન કરવા અંગે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું “અમને એવા વડાપ્રધાન જોઈએ જે પાકિસ્તાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી શકે.
ઔરંગાબાદ: ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધન પર શુક્રવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જેમની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની હિમ્મત હોય.
શિવસેના ઉમેદવાર ચંદ્રકાન્ત ખેરેની ચૂંટણી રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન નહી કરવાના પોતાના વાયદાથી પલટવા અંગે કહ્યું “અમને એવા વડાપ્રધાન જોઈએ જે પાકિસ્તાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી શકે. આ જ કારણે અમે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. અમે મરાઠાવાડ અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કૉંગ્રેસ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાન અનુચ્છેદ 370ને સમાપ્ત કરવા માંગતી નથી જ્યારે તેમની પાર્ટી ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરમાં પણ સમગ્ર ભારતની જેમ સમાન કાયદાઓ લાગુ થાય.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને હવે શિવસેનામાં જોડાઇ પ્રિયંકા ચતુર્વેદી
રાહુલ ગાંધીને તેના જ ભાઇએ કહ્યું- 'તે 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે'
ઠાકરેએ અસદૂદ્ધીન ઓવૈસીની આલોચના કરતા કહ્યું કે તે મુસલમાનોને દુશ્મન નથી માનતા. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેના પૂત્ર નવીન અંતુલે સાથે બે દિવસ પહેલા જ તેમણે મંચ શેર કર્યો હતો.
'હું જીતીશ તો મિનિસ્ટર બનવાની છું', ઉંઝાના ભાજપના ઉમેદવાર આશા પટેલની ઓડિયો ક્લિપ વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion