શોધખોળ કરો
Advertisement
રવિશંકર પ્રસાદે રાહુલ પર સાધ્યું નિશાન- 55 લાખ રૂપિયાથી નવ કરોડના માલિક કેવી રીતે થયા?
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ વધવા લાગ્યા છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ કરી કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર અનેક આરોપ લગાવ્યા છે. પ્રસાદે રાહુલ ગાંધીની આવકના સ્ત્રોત પર સવાલ ઉઠાવ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે રાહુલ ગાંધીની આવકનો સ્ત્રોત શું છે. પ્રસાદે રાહુલ ગાંધીના બનેવી અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાને પણ નિશાન બનાવ્યા હતા. શું આ વાડ્રા મોડલ ઓફ ડેવલેપમેન્ટ છે? છેલ્લા બે કે ત્રણ વર્ષમાં કેવી રીતે છથી સાત લાખની સંપત્તિ વધીને સાતથી આઠ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
રવિશંકર પ્રસાદે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અમે રાહુલ ગાંધીનું બિઝનેસ મોડલ દેખી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ 2004ના પોતાના ચૂંટણી એફેડેવિટમાં કહ્યું હતું કે, તેમનીપાસે 55,83,123 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ સંપત્તિ કેવી રીતે વધીને 2009માં 2 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. 2014માં આ સંપત્તિ વધીને 9 કરોડ રૂપિયા થઇ ગઇ છે. રાહુલ ગાંધીનું આ બિઝનેસ મોડલ શું છે. પ્રસાદે સવાલ કર્યો હતો કે એક સાંસદની સંપત્તિ આટલા વર્ષોમાં આટલી બધી કેવી રીતે વધી શકે છે. પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા પાસે 4.69 એકરનું ફાર્મ હાઉસ હતું જેને દિલ્હી ફાઇનાન્સિયલ ટેકનોલોજી ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતુ. નેશનલ સ્પોર્ટ એક્સચેન્જે દિલ્હી ફાઇનાન્સિયલ ટેકનોલોજી ઓફ ઇન્ડિયાને નોટિસ આપી છે.RS Prasad: Rahul Gandhi is an MP, his source of income is salary, there's no other clear source. In 2004 election affidavit, he declared his wealth to be ₹55,38,123, it came to ₹2 cr in 2009 & to ₹9 cr in 2014; we would like to know how your asset grew to ₹9 cr from ₹55 lakh pic.twitter.com/LY7hV7FONx
— ANI (@ANI) March 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement