શોધખોળ કરો
પોરબંદરના કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, નામ જાણીને ચોંકી જશો

પોરબંદર: હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઘણાં નેતાઓએ પંજો છોડીને કમળ પકડ્યું છે. જ્યારે તેમની સાથે ઘણાં કાર્યકરોએ પણ ભાજપમાં જોડાવાનું યોગ્ય સમજીને કેસરીયો ધારણ કરી લીધો છે.
આ દરમિયાન કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોરબંદર કોંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસમાં સનસનાટી મચી ગઈ છે. કોંગ્રેસનાં આગેવાન વેજા મોડેદરા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે.
કુતિયાણા કોંગ્રેસ આગેવાન વેજાભાઈ મોડેદરા 300 જેટલા કાર્યકર સાથે તેમજ અનેક ગામડાનાં સરપંચ સહિત ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા ખેસ પહેરાવીને તેમને પક્ષમાં આવકાર્યાં છે. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
આ દરમિયાન કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોરબંદર કોંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતાં જ કોંગ્રેસમાં સનસનાટી મચી ગઈ છે. કોંગ્રેસનાં આગેવાન વેજા મોડેદરા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે.
કુતિયાણા કોંગ્રેસ આગેવાન વેજાભાઈ મોડેદરા 300 જેટલા કાર્યકર સાથે તેમજ અનેક ગામડાનાં સરપંચ સહિત ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા ખેસ પહેરાવીને તેમને પક્ષમાં આવકાર્યાં છે. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વધુ વાંચો