શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણીઃ મત આપનારને પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર મળશે છૂટ
લોકસભા ચૂંટણી 2019માં વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી પંચ વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરી રહ્યું છે તો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ પંચના આ અભિયાનમાં સામેલ થયું છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી પંચ વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરી રહ્યું છે તો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ પંચના આ અભિયાનમાં સામેલ થયું છે. એસોસિએશન અનુસાર જે લોકો મત આપીને પેટ્રોલ ભરાવવા પહોંચશે તેને પ્રતિ લિટર 50 પૈસાની છૂટ આપવામાં આવશે.
ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલે કહ્યું કે, ‘અમે એ મતદાતાઓને પ્રતિ લિટર 50 પૈસાની છૂટ આપીશું જે મતદાન બાદ પેટ્રોલ ભરાવવા આવશે. તેના માટે તેણે આંગળી પર લાગેલ સાહીની નિશાની પણ બતાવવી પડશે.’
અજય બંસલે કહ્યું કે, લોકતંત્રના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાતા ભાગ લે તેના માટે એસોસિએશને આ નિર્ણય ક્રયો છે. મતદાતાઓ માટે આ ઓફર સવારે 8થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે. જણાવીએ કે, દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે અને અંતિમ તબક્કા માટે 19 મેના રોજ મતદાતન થશે. 23 મેના રોજ મતગણતરી યોજાશે.President of All India petroleum dealers association, Ajay Bansal: The association has decided to give discount of 50 paisa/litre on petrol & diesel across India on the day of election. Any voter can avail the discount after showing the voting mark on his/her finger. (05.04.19) pic.twitter.com/PT8WX1OjhY
— ANI (@ANI) April 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion