શોધખોળ કરો
ફિલ્મ ‘83’નું નવું પોસ્ટર રિલીઝ, સૈયદ કિરમાનીની ભૂમિકામાં જોવા મળશે યૂટ્યૂબર સાહિલ ખટ્ટર
ફિલ્મ 83 પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત એક ફિલ્મ છે. આ ફિલ્મમાં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી, કેપ્ટન બનવાની સફર અને વર્ષ 1983ના વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે.

મુંબઈ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ’83’ના કેરેક્ટરના એક બાદ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યાં છે. મદન લાલ, રૉદર બિન્ની અને કીર્તિ આઝાદ બાદ પૂર્વ વિકેટ કીપર સૈયદ કિરમાનના કેરેક્ટરનું પોસ્ટર પણ સામે આવ્યું છે. સૈયદ કિરમાનીની ભૂમિકા યૂટ્યબ સ્ટાર સાહિલ ખટ્ટર ભજવી રહ્યો છે. સાહિલ ખટ્ટરનો લૂક ફિલ્મના ઓફિશિયલ પેજ પર રિલીઝ કરવામાં આવ્યો છે. સાહિબ હુબહુ સૈયદની કોપી લાગી રહ્યો છે.
બોલિવૂડના સૌથી સારા એક્ટરમાંથી એક રણવીર સિંહ ટૂંકમાં જ ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું હતું. જેમાં એક્ટર તાહિર ભસીન જોવા મળ્યો હતો.એક્ટર તાહિર ભસીન ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસકરની ભૂમિકામાં જોવા મળશે.
તમને જણાવીએ કે, ફિલ્મ 83 પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત એક ફિલ્મ છે. આ ફિલ્મમાં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી, કેપ્ટન બનવાની સફર અને વર્ષ 1983ના વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે.
આ ફિલ્મમાં રણવીર સિંહ એટલે કે કપિલ દેવની પત્ની રોમા દેવની ભૂમિકા દીપિકા પાદુકોણ ભજવવાની છે. ફિલ્મ પદ્માવત બાદ બન્ને આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. રણવીર અને દીપિકા ઉપરાંત ફિલ્મમાં તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જીવા, હાર્ડી સંધૂ અને બોમન ઈરાની પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
વધુ વાંચો




















