શોધખોળ કરો
Advertisement
આમિરની હીરોઇન હવે વ્રત કથાઓ સંભળાવશે, જાણો વિગતે
લગાન’ ફિલ્મમાં આમિર ખાન કામ કરી ચૂકેલી ગ્રેસી સિંહે 2015માં નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારે તે સંતોષી માતાના રૂપમાં દેખાઈ હતી. તે શો 2017માં બંધ થઇ ગયો હતો પરંતુ હવે બે વર્ષ પછી ફરી ગ્રેસી સંતોષી માતા તરીકે કમબેક કરી રહી છે.
મુંબઈઃ ‘લગાન’ ફિલ્મમાં આમિર ખાન કામ કરી ચૂકેલી ગ્રેસી સિંહે 2015માં નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારે તે સંતોષી માતાના રૂપમાં દેખાઈ હતી. તે શો 2017માં બંધ થઇ ગયો હતો પરંતુ હવે બે વર્ષ પછી ફરી ગ્રેસી સંતોષી માતા તરીકે કમબેક કરી રહી છે. આ શોમાં તે વ્રત કથાઓ સંભળાવશે. ગ્રેસીએ પોતાના કમબેકની વાત કન્ફર્મ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ગ્રેસી સિંહે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.
‘સંતોષી મા: સુનાએ વ્રત કથાએ’ એક નવા પ્રકારનો શો હશે. જેમાં સૂત્રધારના રૂપમાં ગ્રેસી વ્રતના વિભિન્ન પહેલુઓ વિશે જણાવશે સાથે જ દરેક વ્રત પાછળની સ્ટોરી અને તૈયારી વિશે પણ જણાવશે.’
ગ્રેસીએ કમબેક વિશે કહ્યું કે, ‘ફેન્સ મને પૂછે છે કે હું કેમ સિલેક્ટેડ રોલ જ કરું છું જ્યારે મને ઘણા રોલ ઓફર થાય છે. આનું કારણ એ છે કે હું દરેક રોલ સાથે મારી જાતને જોડું છું જેથી હું કંઈક શોધી શકું. સંતોષી માતાનો રોલ મને પૂર્ણ બનાવે છે. એક પવિત્ર ભૂમિકા નિભાવી સરળ નથી પરંતુ તેનાથી એવી સકારાત્મક્તા મળે છે જેને હું જણાવી શકું એમ નથી. સંતોષી માતા માટે મારો લગાવ જ મને ફરી લઇ આવ્યો છે અને આ કમબેકને લઈને હું ખુશ છું.’ (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement