શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
The Big Bull First Look: આ એક્ટર બનશે હર્ષદ મેહતા, શેર બજાર કૌભાંડ આધારિત છે ફિલ્મ
પોસ્ટરમાં અભિષેકના ચહેરા પર અંધકાર જોવા મળી રહ્યો છે. સાથે તેના હાથની આંગળીઓમાં કેટલીક વીંટીઓ પહેરેલી છે.
નવી દિલ્હીઃ દર્શકો ઘણાં સમયથી બિગ બુલ ફિલ્મની રાહજોઈ રહ્યા છે. હવે આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. અભિષેક બચ્ચનને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન કુખ્યાત શેર બ્રોકર હર્ષદ મેહતાની ભૂ્મિકા ભજવી રહ્યા છે. ફિલ્મ હર્ષદ મેહતાના જીવન અને તેના દ્વારા કરવામાં આવેલ નાણાંકીય કૌભાંડ પર આધારિત છે. આ ફિલ્મમાં 1990 અને 2000ની વચ્ચે થયેલ શેર બજારની વાસ્તવિક ઘટનાઓ બતાવવામાં આવશે.
પોસ્ટરમાં અભિષેકના ચહેરા પર અંધકાર જોવા મળી રહ્યો છે. સાથે તેના હાથની આંગળીઓમાં કેટલીક વીંટીઓ પહેરેલી છે. પોસ્ટરના કેપ્શનમાં અભિષેકે લખ્યું કે, ‘ધ બિગ બુલ! તે વ્યક્તિ જેણે સપનાઓનું ભારત વેચી દીધું.’ ફિલ્મને અજય દેવગણ અને આનંદ પંડિત પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ડિરેક્શન કુકી ગુલાટી કરી રહ્યા છે જેમણે વિવેકે ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પ્રિંસ’નું ડિરેક્શન કર્યું હતું. ફિલ્મમાં અભિષેકની સાથે ઈલિયાના ડિસ્ક્રૂઝ જોવા મળશે.
‘ધ બિગ બુલ’ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાની લાઈફ પર બેસ્ડ છે. હર્ષદ મહેતાની ફાઈનાન્શિયલ ક્રાઈમને કારણે ધરપકડ કરવામાં આવી હતી. હર્ષદ પર લાગેલા ક્રિમિનલ ચાર્જમાંથી ચારમાં તેને ગુનેગાર ઠેરવામાં આવ્યો હતો. તેનું 2001માં 47 વર્ષની ઉંમરના મોત થયું હતું. તેને ‘બિગ બુલ’ કહેવામાં આવતો હતો કારણ કે તેણે સ્ટોક માર્કેટમાં બુલ રન શરૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion