શોધખોળ કરો
Advertisement
નસીરુદ્દીન શાહની પુત્રીએ ક્લિનિક સ્ટાફ સાથે કેમ કરી મારપીટ? જાણો કારણ
હિબા શાહને કર્મચારીઓએ પાંચ મીનિટ રાહ જોવાનું કહ્યું હતું. કારણ કે તે સમયે અન્ય એક બિલાડીની સર્જરી ચાલી રહી હતી. જોકે, બે-ત્રણ મીનિટ રાહ જોયા બાદ હિબા અચાનક જ ગુસ્સે થઈ ગઈ હતી.
મુંબઈઃ અભિનેતા નસીરુદ્દીન શાહની પુત્રી હિબા શાહ પર વેટરિનરી ક્લિનિકની બે મહિલા કર્મચારીઓ સાથે મારપીટ કરવા બદલ પોલીસ ફરિયાદ દાખળ નોંધી છે. આ સમગ્ર ઘટના ક્લિનિકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ વર્સોવા પોલીસને સોંપવામાં આવ્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં 16 જાન્યુઆરીના રોજ હિબા તથા બે મહિલા કર્મચારી વચ્ચેની મારા મારીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ફેલીન ફાઉન્ડેશને કરેલી ફરિયાદ પ્રમાણે, હિબા પોતાની ફ્રેન્ડની બિલાડીઓને સ્ટરિલાઈઝ કરવા માટે ક્લિનિક આવી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે, હિબા શાહને કર્મચારીઓએ પાંચ મીનિટ રાહ જોવાનું કહ્યું હતું. કારણ કે તે સમયે અન્ય એક બિલાડીની સર્જરી ચાલી રહી હતી. જોકે, બે-ત્રણ મીનિટ રાહ જોયા બાદ હિબા અચાનક જ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કર્મચારીને ધમકી આપતાં કહ્યું હતું કે, તમે તેને ઓળખતા નથી. તેને લાંબા સમય સુધી કેવી રીતે રાહ જોવાનું કહેવામાં આવે. જ્યારે તે બિલાડીઓને લઈ ઓટોમાંથી બહાર નીકળી ત્યારે કેમ કોઈએ તેની મદદ કરી નહીં?
હિબા ખાને કહ્યું હતું કે, તેણે મેડિકલ સ્ટાફને માર માર્યો હતો પરંતુ શરૂઆત તે લોકોએ કરી હતી. વોચમેન તેને ક્લિનિકની અંદર જવા દેતો નહોતો અને તેને કેટલાંક સવાલો પૂછ્યાં હતાં. જ્યારે તેણે કહ્યું કે, તેની એપોઈન્ટમેન્ટ છે, ત્યારે તેને અંદર જવા દીધી હતી. જ્યારે તેણે ક્લિનિકમાં હાજર મહિલા સ્ટાફને વોચમેનની ફરિયાદ કરી તો તે મહિલા તેને ગાળો બોલવા લાગી હતી અને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
ત્યાર બાદ એક મહિલાએ તેને ધક્કો પણ માર્યો હોવાનું કહ્યું ત્યાર બાદ તેને ક્લિનિકની બહાર નીકળી જવાનું કહ્યું હતું. કોઈની સાથે આ રીતનું વર્તન કરવું યોગ્ય નથી. તે મહિલા ક્લિનિકમાં તેની સાથે ઝઘડવા લાગી હતી. સ્ટાફે ક્લિનિકમાં આવતા લોકો સાથે વિન્રમતાથી વર્તન કરવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion