શોધખોળ કરો
Advertisement
પ્રભાસનો ફેન હૈદરાબાદમાં 'સાહો'નું પૉસ્ટર લગાડવા વીજળીના થાંભલા પર ચઢી ગયો, ને પછી શું થયુ, જાણો વિગતે
ફિલ્મ 'સાહો'ને લઇને બૉલીવુડથી માંડીને દેશભરમાં ચાહકો-ફેન્સને જબરદસ્ત ઇન્તજાર હતો. ભારતીય બૉક્સ ઓફિસ પર હાલમાં સાહો ધૂમ મચાવી રહી છે
હૈદરાબાદઃ ફિલ્મ બાહુબલીથી ફૂલ લાઇમ લાઇટમાં આવેલા એક્ટર પ્રભાસના ફેન હવે દિવસે દિવસે વધી રહ્યો છે. આ બધાની વચ્ચે પ્રભાસના ફેનને લઇને એક મોટી ઘટના સામે આવી છે. એક ફેન પ્રભાસની ફિલ્મ 'સાહો'નુ બેનર લગાવવા વીજ થાંભલા પર ચઢી ગયો હતો.
વાત એમ છે કે, હૈદરાબાદના મહેબુબનગરમાં એક એક્ટર પ્રભાસનો એક ફેન ફિલ્મ 'સાહો'નું પૉસ્ટર લગાવવા વીજળીના થાંભલા પર ચઢી ગયો હતો. વીજ કરંટ ચાલુ હોવાથી ફેનને કરંટ લાગ્યો અને તેને નજીકની ઓસ્માનિયા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે પ્રભાસના ફેનનુ સારવાર દરમિયાન મોત થઇ ગયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, એક્ટર પ્રભાસ બાહુબલી ફિલ્મ બાદ ભારત સહિત આખી દુનિયામાં લાઇમ લાઇટમાં આવી ગયો હતો. 17 વર્ષની કેરિયરમાં માત્ર 18 ફિલ્મ આપનારા તેલુગુ એક્ટરની આખુ બૉલીવુડ પણ દિવાનુ થયુ છે.
ફિલ્મ 'સાહો'ને લઇને બૉલીવુડથી માંડીને દેશભરમાં ચાહકો-ફેન્સને જબરદસ્ત ઇન્તજાર હતો. ભારતીય બૉક્સ ઓફિસ પર હાલમાં સાહો ધૂમ મચાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement