શોધખોળ કરો
અભિનેતા રાજપાલ યાદવે રાજકારણમાં ઝંપલાવ્યુ, નવી પાર્ટીની કરી જાહેરાત

લખનઉ: પોતાની અભિનયથી લોકોને હસાવનારા પ્રખ્યાત અભિનેતા રાજપાલ યાદવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજપાલ યાદવે લખનઉમાં ગુરૂવારે સર્વ સમભાવ પાર્ટી (એસએસપી)ના નામથી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. રાજપાલે કહ્યું તે વિવાદની નહી, સંવાદની રાજનીતિ કરવા માટે આવ્યા છે. રાજપાલે કહ્યું અમે ચૂંટણી લડશું પરંતુ અમારો અંદાજ અલગ હશે. અમે સમાજને શિખવાડશું કે રાજનીતિ કેમ કરાય. લોકતંત્ર કઈ રીતે મજબૂત બને છે. તેઓ રાજધાની લખનઉમાં સર્વ સમભાવ પાર્ટીની સ્થાપના કરવા માટે પહોંચ્યા હતા અને કહ્યું પાર્ટીની મદદથી લોકોની સેવા કરવા માંગુ છુ રાજપાલે કહ્યું એક રાજનીતિક દળનું સ્વપ્ન લઈને તમારી સામે આવ્યો છું. મારુ દલ સત્તામુખી નથી, સ્વાર્થમુખી નથી પરંતું સમાજોન્મુખી હશે. તેના માટે પ્રતિબધ્ધ રહીશ, આ મારો સંકલ્પ છે.
વધુ વાંચો





















