શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનનો પરાજય થતાં જ રણવીર સિંહ સામે જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો, નામ જાણીને ચોંકી જશો
રણવીરના ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની હાર બાદ એક ફેન અભિનેતા રણવીર સિંહના ગળે લાગીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો છે.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પહોંચ્યો હતો. જ્યાં રણવીર સિંહે ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા સાથે કોમેન્ટ્રી પણ કરી હતી. રણવીરના ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની હાર બાદ એક ફેન અભિનેતા રણવીર સિંહના ગળે લાગીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો છે.
ભારત સામે પાકિસ્તાનનો પરાજય થતાં પાક. ચાહકો નિરાશ થયા હતાં. આ વચ્ચે રણવીરે એક ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલા પાકિસ્તાની ચાહકને ગળે લગાવીને તેને હિંમત આપી હતી. આ ચાહકનું નામ આતિફ નવાઝ છે, જે લંડન બેઝ્ડ કોમેડિયન છે. આતિફે રણવીર સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આતિફે વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ભારતીય ફેન્સ સારા હોય છે. આ વીડિયોમાં રણવીર, આતિફને રણવીર કહી રહ્યો છે, ‘તારું મન નાનું ના કરીશ. પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું હતું, ફરી તક મળશે.’ રણવીરના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.Indian fans are nice. Thanks @RanveerOfficial. pic.twitter.com/kxi1DyDAI1
— Aatif Nawaz (@AatifNawaz) June 16, 2019
રણવીર સિંહે મેદાનમાં ‘પદ્માવત’ના સોન્ગ ‘ખલી બલી’ પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં ઉપસ્થિત ફેન્સે તેનો વીડિયો બનાવ્યો હતો. આ પહેલા રણવીરને વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે સુનીલ ગાવસ્કર સાથે ડાન્સ કરતા દેખાય છે.I've been a die-hard fan of Indian cricket since childhood. Invested so much emotion into our beloved team. Willing and wanting them to be the undisputed best in the world. And then, there was VIRAT KOHLI. pic.twitter.com/tXPNw0le60
— Ranveer Singh (@RanveerOfficial) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement