શોધખોળ કરો
Advertisement
દીપિકા બાદ હવે રણવીર સિંહનું પણ લંડનના મેડમ તુસાદમાં લાગશે વેક્સ સ્ટેચ્યું
રણવીર સિંહને 20માં આઈફા સમારોહમાં ફિલ્મ ‘પદ્માવત’ માટે બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
મુંબઈ: પોતાની એક્ટિંગના દમ પર હાલ બૉલિવૂડમાં રાજ કરનાર એક્ટર રણવીર સિંહનું વેક્સ સ્ટેચ્યું જલ્દી જ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમાં લગાવાશે. બુધવારે આઇફા એવોર્ડ લેતી વખતે રણવીર કપૂરે આ જાણકારી આપી હતી. રણવીર સિંહને 20માં આઈફા સમારોહમાં ફિલ્મ ‘પદ્માવત’ માટે બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિગ્ગજ અભિનેત્રી અને રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણનું સ્ટેચ્યૂ પહેલેથી જ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવેલું છે. તેને ઉલ્લેખ કરતા રણવીરે કહ્યું કે, મારી સાસુ કહેતી હતી કે તમારે પણ મહેનત કરવી પડશે. અમે તારું પણ સ્ટેચ્યૂ ત્યાં જોવા માંગીએ છીએ.
દીપિકાના વેક્સ સ્ટેચ્યૂ અંગે વાત કરતા રણવીરે કહ્યું કે, હું તે ક્યારેય કહેવા નહીં માંગુ કે મારી પત્નીનું સ્ટેચ્યૂ ત્યાં સૌથી સેક્સી છે. મારે કહેવું પડશે કે દીપિકા પરફેક્ટનિસ્ટ છે અને જેના કારણે પોતાના સ્ટેચ્યૂને બનાવતી વખતે તે તમામ ચીજોને લઈને ખાસ ધ્યાન રાખતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
ગુજરાત
અમદાવાદ
Advertisement