શોધખોળ કરો
Advertisement
ફિલ્મમાં આ હીરો લાલુ પ્રસાદ બનીને આવશે, લૂક બદલવા શું શું કરી તૈયારીઓ, જાણો વિગતે
પોતાની આગામી વેબ સીરીઝમાં એક્ટર સોહમ શાહ રાજનેતા લાલુ પ્રસાદના રૉલમા દેખાશે. આ ફિલ્મમાં સોહમ શાહ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જાણીતા રાજનેતા લાલુ પ્રસાદની ભૂમિકા નિભાવશે
મુંબઇઃ બહુચર્ચિત ફિલ્મ તુંબાડમાં શાનદાર અભિનયથી પોતાની આગાવી છાપ છોડનારો સોહમ શાહ ફરી એકવાર ખાસ પ્રૉજેક્ટને લઇને ચર્ચામાં છે. વર્ષ 2018માં બૉલીવુડમાં આવેલી ફિલ્મ તુંબાડ દ્વારા ઘરે ઘરે ઓળખ બનાવી ચૂકેલો સોહમ શાહ બૉલીવુડના જાણીતા એક્ટરમાનો એક બની ગયો છે. હવે તે પોતાના ફેન્સ માટે એક ખાસ ફિલ્મ લઇને આવી રહ્યો છે, સોહમ શાહ બહુ જલ્દી એક વેબસીરીઝમાં દેખાશે.
પોતાની આગામી વેબ સીરીઝમાં એક્ટર સોહમ શાહ રાજનેતા લાલુ પ્રસાદના રૉલમા દેખાશે. આ ફિલ્મમાં સોહમ શાહ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જાણીતા રાજનેતા લાલુ પ્રસાદની ભૂમિકા નિભાવશે.
આ રૉલને કરવા માટે સોહમ શાહે સખત મહેનત પોતાના લૂકમાં ફેરફાર કરવા માટે કરી છે. લાલુ પ્રસાદ બનવા માટે સોહમ શાહે ફિજીકલી ચેન્જનો પણ નિર્ણય લીધો છે, જેથી તે આ રૉલને ન્યાય આપી શકે.
જોકે, હજુ સુધી આ વેબ સીરીઝની રિલીઝની તારીખને લઇને કોઇ ખુલાસો નથી થયો. કહેવાઇ રહ્યુ છે કે આને વર્ષ 2021માં રિલીઝ કરવામાં આવી શકે છે. આ પહેલા સોહમ શાહ ઇમરાન હાશમી અને જયદીપ અહલાવતની વેબ સીરીઝમાં બોર્ડ ઓફ બ્લડમાં જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement