શોધખોળ કરો
Advertisement
કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ.....
એક્ટ્રેસ ઐડ્રિલા શર્માનો ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શરીરમાં કેટલીક તકલીફો અનુભવાતા એકટ્રેસે ફરી એકવાર રિપોર્ટ કરાવ્યાં હતા. એક્ટ્રેસનું કેન્સરનું નિદાન થતાં તેમની જિંદગી માટે ફરી એકવાર જંગ શરૂ થઇ છે.
ટીવી શો અને ફિલ્માં પદાર્પણ કરી ચૂકેલી બંગાળી એક્ટ્રેસ ઐડ્રીલા શર્માને થોડા વર્ષ પહેલા કેન્સર થયું હતું. જો કે સર્જરી અને કેમોથેરીપી બાદ એક્ટ્રેસ કેન્સરને માત આપીને જિંદગીની જંગ જીતી ગઇ હતી. જો કે તેમનો ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કેન્સરનો રિપોર્ટ આવતા એક્ટ્રેસે ફેન્સને આ મુદે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું કે, “નિષ્ણાત તબીબોના જણાવ્યાં મુજબ એક વાર સાજા થાય બાદ આ પ્રકારના કેન્સર ફરી થવાના ચાન્સ માત્ર 20 ટકા જ હોય છે, હું કેન્સરના રિપોર્ટની આતૂરતાથી રાહ જોઇ રહી હતી. જો કે દુર્ભાગ્યવશ કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે”
છેલ્લા સપ્તાહથી એક્ટ્રેસને શોલ્ડરમાં પીડાની સમસ્યા સર્જાઇ હતી. ગત રવિવારે તેમના પરિવારે તેમને ટ્રીટમેન્ટ માટે દિલ્લી લઇ જવાનું નક્કી કર્યું હતું. દિલ્લીમાં તેમના કેટલાક રિપોર્ટ કરવામાં આવ્યાં હતા. રિપોર્ટ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘ફેફસામાં ગાંઠો જોવા મળી રહી છે , જેને સર્જરી કરીને દૂર કરવી પડશે’
ઐડ્રીલાએ શો ‘Jhumur’ થી ડેબ્યૂ કર્યું હતું. તે અપકમિંગ શો Jibon Jyoti’માં પણ કામ કરી રહી છે. તે ટીવી શો સિવાય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
હાલમાં, અભિનેત્રી ‘જીયોં કાથી’માં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ શોમાં સોમરાજ મૈટી અને મિશ્મી દાસ મુખ્ય ભૂમિકામાં છે. શોમાં આઈન્ડ્રીલા એક મજબૂત અને દ્રઢ સંકલ્પિત યુવતીની ભૂમિકામાં જોવા મળશે.
કેન્સર સામે લડત આપીને જિંદગીની જંગ જીતનાર ઐડ્રીલા શર્મા અન્ય લોકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ આવતા તેમની ફરી કેન્સર સામે જિંદગી માટે જંગ શરૂ થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement