શોધખોળ કરો
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ સામે રાંચી કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું, જાણો વિગત
રાંચી કોર્ટ એક્ટ્રેસ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. એક્ટ્રેસ સામે અઢી કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો આરોપ
મુંબઈ: વર્ષ 2000માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ કહો ના પ્યાર હૈમાં રિતિક રોશન સામે પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત કરનારા અભિનેત્રી અમીષા પટેલ અને તેના બોયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર કૃણાલ ધૂમરની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. 3 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ મામલે રાંચીની કોર્ટે અમીષા પટેલ અને કૃણાલ બંને સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે.
બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલની વિરૂદ્ધ રાંચી કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. અમીષા પટેલ પર પ્રોડ્યુસર અજય કુમારે અઢી કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો છે. અજયનો આરોપ છે કે તેમણે વર્ષ 2018મા ફિલ્મ 'દેસી મૈજિક' બનાવવા માટે 3 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. ત્યાર બાદ તે જ્યારે પણ અમીષા પાસેથી પૈસા પાછા માંગે છે તો તે એ વાત કોઈને કોઈ રીતે ટાળી દેતી હતી અથવા કોઈ પ્રતિક્રિયા આપતી ન હતી.View this post on Instagram
જ્યારે પ્રોડ્યુસરે અમીષા પાસે પૈસા માગ્યાં ત્યારે તેણે 2.5 કરોડનો ચેક પણ આપ્યો હતો. પરંતુ આ ચેક બાઉન્સ થઈ ગયો. આ બાબતે અમિષા વિરૂદ્ધ રાંચી કોર્ટમાં દગાબાજીનો કેસ ચાલી રહ્યોં છે. કેસ કર્યા બાદ અમિષાને ઘણીવાર સંપર્ક કરવાની કોશિષ કરવામાં આવી પણ તેમણે એકવાર પણ રિસ્પોન્ડ નથી કર્યો.View this post on Instagram
બંનેના રાંચી કોર્ટ 8 અને 17 જૂલાઈના કોર્ટમાં હાજર રહેવા સમંસ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા. અમીષાને સમન મોકલવામાં આવ્યા અને પૈસાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલતી રહી. તમને જણાવી દઈએ કે અમીષા પટેલ પર એ પણ આરોપ લાગ્યા હતા કે તેના પૈસા માગવા પર તેમને પ્રખ્યાત લોકો સાથે પોતાની ફોટો બતાવી તેમને ધમકાવવાની કોશિષ કરી હતી. અમીષા પર આ પ્રકારનો પહેલો આ કેસ નથી આ પહેલા પણ તેના પર દગાબાજીનો આરોપ લાગી ચુક્યો છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement