ઈશા ગુપ્તાની આ વાતો સાંભળીને એમ થાય છે કે બંનેને લઈ જે વાતો આવી રહી છે તે માત્ર અફવા નથી. ઈશાએ જો કે તેના સંબંધનો ખુલ્લેઆમ સ્વિકાર તો ન કર્યો પરંતુ ઈન્કાર પણ ન કર્યો.
2/5
ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે અફેરની વાત પર કહ્યું, તમે જેટલું વાંચ્યું-સાંભળ્યું છે તેટલી જ સચ્ચાઈ છે. લોકોનું કામ વાતો કરવાનું છે. ગમે તેમ લખશે પરંતુ મારી હકીકત મને જ સચ્ચાઈ છે. આ વખતે ન તો હું ના પાડી કહી છું કે હા કહું છું.
3/5
મુંબઈઃ ઘણા લાંબા સમયથી પડદા પરથી દૂર બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ટૂંક સમયમાં ટીવી રિયાલિટી શોમાં જોવા મળશે. ઈશા ‘હાઈ ફીવરઃ ડાન્સ કા નયા તેવર’માં જજ તરીકે દેખાશે. ઈશા ગુપ્તા તેના અફેરને લઈ પણ સમાચારમાં રહે છે. આ અંગે પ્રથમ વખત ખુલીને વાત કરી છે.
4/5
હાલ બોલિવૂડમાં ઈશા ગુપ્તા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા છે. બંનેના અફેરની વાત ગત જૂન મહિનાથી શરૂ થઈ હતી. ઈશા અને હાર્દિકની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી અને થોડા જ સમયમાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા.
5/5
ઈશા ટૂંક સમયમાં જ ડાયરેક્ટર ઈંદર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત, બોમન ઈરાની, મહેશ માંજરેકર અને અરશદ વારસી છે.