Cardi Bના ગીત પર પૂલ સાઇડ ડાન્સ કરતી દેખાઇ જ્હાન્વી કપૂર, વીડિયો વાયરલ
આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, કેમકે આમાં જ્હાન્વી કપૂરનો (Janhvi Kapoor Dance) એકદમ અને મજેદાર અંદાજ દેખાઇ રહ્યો છે. વીડિયોમાં જ્હાન્વી કપૂર ખુબ ખુશ દેખાઇ રહી છે, અને એક્ટ્રેસની ખુશીનુ મુખ્ય કારણ તે પોતાના દોસ્તની સાથે ડાન્સ કરી રહી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લૉકડાઉન (Maharashtra Lockdown) કારણે સ્ટાર્સ (Star Kids) પોતાના ઘરોમાં જ બંધ થઇ ગયા છે. બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે એક વીડિયો (Janhvi Video)શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, કેમકે આમાં જ્હાન્વી કપૂરનો (Janhvi Kapoor Dance) એકદમ અને મજેદાર અંદાજ દેખાઇ રહ્યો છે. વીડિયોમાં જ્હાન્વી કપૂર ખુબ ખુશ દેખાઇ રહી છે, અને એક્ટ્રેસની ખુશીનુ મુખ્ય કારણ તે પોતાના દોસ્તની સાથે ડાન્સ કરી રહી છે.
જ્હાન્વી કપૂરે ડાન્સ માટે અમેરિકન રેપર કાર્ડિ બીના (Cardi B Song) ગીતને પસંદ કર્યુ છે. વીડિયોને શેર કરતા જ્હાન્વી કપૂર (Janhvi Dance Video) લખ્યું- ફિલ્મફેરનુ સ્ટેજ મિસ કરી રહી છું, એટલા માટે હાલ પુલસાઇડ પર કરવુ પડશે. જ્હાન્વી કપૂરના હેશટેગથી પણ સ્પષ્ટ થઇ રહ્યું છે કે તે ફિલ્મફેરને બહુજ મિસ કરી રહી છે. જ્હાન્વી કપૂરના આ વીડિયોને તેનુ ઇન્સ્ટાગ્રામ ફેમિલી પણ ખુબ પસંદ કરી રહ્યું છે.
આ કોઇ પહેલીવાર નથી, જ્હાન્વી કપૂર સતત ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી રહી છે. જુઓ તેના બીજા એક વીડિયો વાયરલ વાળી પૉસ્ટ....
જ્હાન્વી કપૂર હજુ થોડાક દિવસો પહેલા જ વેકેશન માટે દોસ્તો સાથે માલદીવ ગઇ હતી, અહીંથી તેને બિકીની અને સ્વિમસૂટમાં તસવીરો પણ શેર કરી હતી. જ્હાન્વી કપૂર આ તસવીરોમાં એકદમ સુંદર લાગી રહી હતી, જ્હાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મમાં ઇશાન ખટ્ટરની સામે દેખાઇ હતી. આ પછી તેની કેરિયરનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને ફિલ્મ ગુંજન સક્સેનામાં તેની અદાકારીની ખુબ પ્રસંશા પણ થઇ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જ્હાન્વી કપૂર માલદીવમાં વેકેશન કરી પરત ફરી હતી, અને તે પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઇ હતી. પરંતુ લૉકડાઉનના કરાણે તેને ઘરમાં બંધ થવુ પડ્યુ છે.