શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસનું દુઃખ છલકાયુ, બોલી- મને ટાઇપકાસ્ટ કરાઇ, ફિલ્મોમાં મને દારુડિયા અને સેક્સી સીન જ આપવામાં આવતા'તા
માહી દેવ ડી, સાહેબ બીબી ઔર ગુલામ તેમજ નૉટ અ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી ચૂકી છે
મુંબઇઃ બૉલીવુડની વધુ એક એક્ટ્રેસે ઇન્ડસ્ટ્રી પર સવાલો ઉભા કર્યા છે, હૉટ એક્ટ્રેસ માહી ગિલે ખુલાસો કર્યો કે તેને હંમેશા બૉલીવુડમાં ટાઇપકાસ્ટ કરવામાં આવી, હંમેશા તેને સેક્સી અને બાર ગર્લ- દારુડિયા સીને જ ઓફર કરવામાં આવતા હતા. ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષના કેરિયર બાદ માહીએ મોટી વાત કહી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અનેક સવાલો ઉભી કરી શકે છે.
માહીએ બીબીસીને જણાવ્યુ કે, મને હંમેશા ફિલ્મોમાં એવા જ રૉલ ઓફર કરાતા હતા, જેમાં મોટા ભાગે સેક્સી સીન હોય, દારુડિયાનો સીન હોય કે પછી બારગર્લ તરીકે રૉલ કરવાનો હોય. આ બધુ ફિલ્મોમાં ભજવવાનું હોય ત્યારે જ મને યાદ કરવામાં આવતી હતી.
માહીએ કહ્યું કે મારી પાસે સાહેબ, બીબી અને ગેન્ગસ્ટર જેવા અનેક રૉલ આવતા હતા, પણ હવે મને કંઇક નવું કરવુ છે. માહીએ કહ્યું મને બૉલીવુડમાં 10 વર્ષ થયા છતાં મારી પસંદગીનું કામ નથી મળી શક્યુ. કેટલાય લોકો મોટા ઘરોમાંથી આવે છે. જો તમે મારો કેરિયર ગ્રાફ જોશો તો તમને ખબર પડશે કે મને ટાઇપકાસ્ટ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ માહી ગિલે મીડિયા સામે પોતાની દુઃખી વાત રજૂ કરી હતી. માહી દેવ ડી, સાહેબ બીબી ઔર ગુલામ તેમજ નૉટ અ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી ચૂકી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement