બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસના ભાઇનુ કોરોનાથી મોત, હૉસ્પીટલમાં ભરતી થતાં પહેલા લોકો પાસે માંગી હતી મદદ
બૉલીવુડ અને ટૉલીવુડ એક્ટ્રેસ પિયા વાજપેયીના (Actress Pia Bajpai) ભાઇનુ કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે. તે કોરોના સંક્રમિત હતો. દુઃખની વાત છે કે જ્યારે તેને જરૂર હતી તે સમયે તેને વેન્ટીલેટર સપોર્ટ (Ventilator Support) ના મળી શક્યો.
મુંબઇઃ ભારતમાં કોરોના (Covid-19) સતત કેર વર્તાવી રહ્યો છે. બૉલીવુડ અને ટૉલીવુડ એક્ટ્રેસ પિયા વાજપેયીના (Actress Pia Bajpai) ભાઇનુ કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે. તે કોરોના સંક્રમિત હતો. દુઃખની વાત છે કે જ્યારે તેને જરૂર હતી તે સમયે તેને વેન્ટીલેટર સપોર્ટ (Ventilator Support) ના મળી શક્યો. તે ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદમાં એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતો. એક્ટ્રેસે પહેલા જ પોતાના ભાઇના (Pia Bajpai brother) વેન્ટિલેટર સપોર્ટ માટે ટ્વીટર દ્વારા જરૂરી મદદ લોકો પાસે માંગી હતી, પરંતુ કોઇએ આ બાબતે મદદ ના કરી, અને એક્ટ્રેસ પોતાના ભાઇને ખોઇ બેઠી.
પિયા વાજપેયીએ (Pia Bajpai) આજે સવારે પોતાના ભાઇના હેલ્થના હેલ્થ વિશે જાણકારી આપી હતી, અને જણાવ્યુ હતુ કે તે તેના માટે વેન્ટિલેટર સપોર્ટની વ્યવસ્થ કરવામાં લાગી હતી, પરંતુ તે તેના ભાઇ માટે વેન્ટિલેટર સપોર્ટની વ્યવસ્થા ના કરી શકી. તેને ટ્વીટર પોતાના ભાઇના નિધનની જાણકારી આપી. પિયાએ ટ્વીટ કરીને લખ્યુ- મારો ભાઇ હવે નથી રહ્યો.....
ભાઇના નિધનની જાણકારી આપ્યાના બે કલાક પહેલા તેને ટ્વીટ કરીને વેન્ટિલેટર સપોર્ટ માટે મદદ માંગી હતી, તેને ટ્વીટમાં લખ્યું હતુ- મને ઉત્તરપ્રદેશના જિલ્લા ફર્રૂખાબાદના કાયમગંજ બ્લૉકમાં બહુજ જલ્દી મદદની જરૂર છે.... એક વેન્ટિલેટર બેડ જોઇએ છે... મારો ભાઇ મરી રહ્યો છે..... તેના વિશે કોઇ જાણકારી આપીને મદદ કરો.....
પિયા વાજપેયીએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યું- જો તમને ખબર પડે તો કૃપા કરીને કૉલ કરજો.... અમે લોકો પહેલાથી જ તૂટી ગયા છીએ.....
વર્ષ 2008માં શરૂ કરી હતી ફિલ્મી કેરિયર....
પિયા વાજપેયીએ વર્ષ 2008માં તામિલ ફિલ્મ 'પોઇ સોલ્લા પોરોમ'થી પોતાની સિનેમાની સફર શરૂ કરી હતી. યુવા અભિનેત્રીએ અજિતની એગન ઔર જિવાની 'કો'માં પોતાની ભૂમિકાથી પૉપ્યૂલારિટી હાંસલ કરી. પિયાએ તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજીમાં ફિલ્મો કરી છે. પિયા વાજપેયીને છેલ્લીવાર વર્ષ 2018માં તામિલ-મલયાલમ દ્વવિભાષી 'અભિયુમ અનુવુમ'માં મોટા પડદા પર જોવામાં આવી હતી, જેને વિજ્યલક્ષ્મીએ ડાયરેક્ટ કરી હતી.