શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જામિયામાં થયેલ ફાયરિંગ પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- શું આવા જ રામ રાજ્યની વાત કરી રહ્યા હતા....
સયાની ગુપ્તાનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. સાથે જ લોકો તેના પર ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે.
નવી દિલ્હીઃ જામિયા યૂનિવર્સિટીની પાસે થઈ રહેલ નાગરિકતા સંશોધન કાયદો વિરૂદ્ધ પ્રદર્શનમાં ગઈકાલે એકવ્યક્તિએ ખુલ્લી બંદુક લઈને ઘુસી ગયો અને ફાયરિંગ કર્યું. આ દરમિયાન તેણે ફાયરિંગ કરતાં ‘આ લો આઝાદી’ પણ કહ્યું. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગયો. જામિયામાં થયેલ આ ઘટના બાદ બોલિવૂડ કલાકાર પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં જ આ ઘટનાને લઈને બોલિવૂડ એક્ટ્રેસ સયાની ગુપ્તાએ પણ ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં સયાની ગુપ્તાએ કટાક્ષ કરતાં કહ્યું કે, શું આવા જ રામ રાજ્યની વાત કરી રહ્યા હતા.
સયાની ગુપ્તાએ પોતાના ટ્વીટમાં જામિયા હિંસા પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘શું આવા જ રામ રાજ્યની વાત કરી રહ્યા હતા? શું રામ આના પર ગર્વ અનુભવતા હશે? હિંદુત્વ હિંદૂ ધર્મની બિકુલ વિપરિત છે. પહેલા આ હિંસા અને ધૃણાને પ્રોત્સાહન આપે છે. ત્યાર બાદ એક અને સદ્ભાવની ઉજવણી કરે છે.’
સયાની ગુપ્તાનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. સાથે જ લોકો તેના પર ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે. જણાવીએ કે, સયાની ગુપ્તા ઉપરાંત આ મુદ્દે સ્વરા ભાસ્કર, જીશાન અય્યૂબ, રિચા ચડ્ઢા અને અનેક કલાકોરએ પણ પોતાના રિએક્શન આપ્યા છે. જણાવીએ કે, જામિયા યુનિવર્સિટના વિદ્યાર્થી રાજઘાટ સુધી પદયાત્રા કાઢવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક યુવક આવ્યો અને તેણે ‘યે લો આઝાદી’ અને દિલ્હી પોલીસ ઝિંદાબાદના નારા લગાવતા ગોળી ચલાવી. ગોળી શાદાબ નામના એક વિદ્યાર્થીના હાથમાં લાગી. શાદાબને હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પેલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. દિલ્હીમાં સીએએના વિરોધમાં ઊત્તર રાજ્યના હજારો લોકો અને વિદ્યાર્થી સંગઠનોએ જંતર-મંતર સુધી પ્રદર્શન કર્યું. તેમાંથી ગણાં લોકો એવા હતા જે દક્ષિણ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ચાલી રહેલ સીએએ વિરોધી ધરણાનો પણ ભાગ રહ્યા છે.nathu RAM godse RAM bhakt gopal
Is this the Ram Rajya they have been talking about? Would Ram be proud today? #hindutva is the opposite of #Hinduism The former instigates violence and hatred. The latter celebrates oneness, inclusivity, harmony in society.#choosewisely — Sayani Gupta (@sayanigupta) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion