શોધખોળ કરો
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
Winter Health Tips: હાડકાં થશે મજબૂત અને પાચનમાં મળશે રાહત: શરદી-ખાંસીથી બચવા અને બોડી ડિટોક્સ કરવા માટે બેસ્ટ છે આ લીલું શાક.
Winter Health Tips: શિયાળાની ઋતુમાં બજારમાં મળતી બ્રોકોલી (Broccoli) માત્ર એક સામાન્ય શાકભાજી નથી, પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો છે. વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ (Antioxidants) થી ભરપૂર હોવાને કારણે તેને સુપરફૂડ (Superfood) માનવામાં આવે છે. શરદી-ખાંસી સામે રક્ષણ આપવાથી લઈને ત્વચાને ચમકદાર બનાવવા સુધી, બ્રોકોલી શરીરને અનેક રીતે ફાયદો કરે છે. ચાલો જાણીએ શા માટે તમારે આ શિયાળામાં તમારા ડાયટમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જોઈએ.
1/8

શિયાળામાં શરીરને ગરમ રાખવા અને મોસમી બીમારીઓથી બચવા માટે આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. લીલા શાકભાજીમાં બ્રોકોલી મોખરે છે. તમે તેને કાચી (સલાડમાં), બાફેલી, શેકેલી કે પછી સૂપ (Soup) બનાવીને પણ ખાઈ શકો છો. અહીં તેના 7 મુખ્ય ફાયદાઓ છે:
2/8

1. રોગપ્રતિકારક શક્તિમાં વધારો (Immunity Booster) શિયાળામાં શરદી, ઉધરસ અને ફ્લૂનું જોખમ વધી જાય છે. બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી (Vitamin C) અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. તેનું નિયમિત સેવન શરીરને વિવિધ ચેપ (Infections) સામે લડવાની શક્તિ આપે છે.
Published at : 20 Dec 2025 07:53 PM (IST)
આગળ જુઓ
Advertisement





















