શોધખોળ કરો
વેબસિરીઝમાં ધૂમ મચાવનારી શેફાલી શાહનો પરિવાર કોરોનો પોઝિટવ આવ્યો હોવાના સમાયાર વાયરલ, શેફાલીએ શું કહ્યું?
અનેક સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શેફાલી શાહ લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
મુંબઈઃ હોલિવુડ બાદ હવે બોલિવુડ સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બન્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. કનિકા કપૂર, કરીમ મોરાનીની બંને દીકરીઓ, પૂરબ કોહલી બાદ હવે એક્ટ્રેસ શેફાલી શાહ પણ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો છે. શેફાલી શાહના ફેસબુક પર એક્ટ્રેસ કોવિડ-19 પોઝિટિવ હોવાની વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જો કે, શેફાલીએ પોકાના ઈન્સ્ટાગ્રામ પર હકીકત છતી કરી છે. શેફાલીએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, તેનું ફેસબુક અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે.
શેફાલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારું ફેસબુક અકાઉન્ટ ગઈકાલે રાત્રે હેક થઈ ગયું છે. ઊંઘીને ઉઠી ત્યારે ફોનમાં મેસેજોની વણઝાર હતી. લોકો મારા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. મને એમ પણ કહ્યું કે, જરૂર હોય તો ફોન કરજો. કેટલાક લોકોએ તો પોતાના ટેલિફોન નંબર પણ શેર કર્યા છે.”
તેણે આગળ લખ્યું, ‘ઘણા લોકોએ એમ પણ કહ્યું કે આ તમારો અવાજ નથી, તે સકારાત્મક અવાજ નથી અને તે તમારા જેવો નથી અને અમે તમારા સારા હોવાથી આશા રાખીએ છીએ. આ પ્રકારનો સંદેશ હૃદયને સ્પર્શી ગયો. આ જાણીને સારું લાગ્યું કે લોકો તમારા સુધી ત્યારે પહોંચે છે જ્યારે તેમને એમ લાગે છે કે આપણને તેમની જરૃરિયાત છે. મને નથી લાગતું કે લોકોએ માત્ર એટલા માટે કર્યું છે કે હું એક અભિનેત્રી છું. પરંતુ તેમને માનવીની ચિંતા છે.
અભિનેત્રીએ લખ્યું કે, ‘હું કહેવા માંગુ છું કે હું સંપૂર્ણ રીતે ઠીક છું. હું આ આખી પરિસ્થિતિનો સામનો કરી રહી છું. જેવું આખી દુનિયા માથે આવી પડ્યું છે. હું ઠીક છું અને હું આટલું નકારાત્મક ક્યારેય વિચારીશ પણ નહીં. આપણે બધા ઘરે ઠીક અને સલામત છીએ. અમે કોરોના પોઝિટિવ નથી કારણ કે તે મારી પોસ્ટમાં લખેલી એક બાબત હતી. તમારા સૌનો આભાર. અનેક સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શેફાલી શાહ લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. શેફાલી પોતાના ઘરે કૂકિંગથી માંડીને સફાઈ કરવામાં વ્યસ્ત છે. શેફાલી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને ક્વોરન્ટીન પીરિયડમાં શું કરી રહી છે તે વિશે જણાવી રહી છે. મહત્વનું છે કે, દેશ અને દુનિયામાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે. કોરોના વાયરસ સામે જંગ લડવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ પોતપોતાના ઘરમાં બંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement