હૉટ એક્ટ્રેસ ડૂડલ આર્ટિસ્ટ સાથે કરી લીધા ગુપચુપ લગ્ન, લૉકડાઉનમાં સાથે રહેતા થઇ ગયો હતો પ્રેમ, જાણો
શાન્તનુ હજારિકા એક ડૂડલ આર્ટિસ્ટ છે, જે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં કેટલાય મોટા કલાકાર રફતાર, ડિવાઇન, રિત્વિજ જેવા કલાકારોની સાથે કામ કરી ચૂક્યો છે.
મુંબઇઃ સાઉથ અને બૉલીવુડ સુપર એક્ટ્રેસ ગણાતી શ્રુતિ હાસન આજકાલ ફરીથી ચર્ચામાં આવી છે, આ વખતે તે કોઇ ફિલ્મને લઇને નહીં પરંતુ તેના લગ્નને લઇને ચર્ચામાં છે. વર્ષો સુધી પોતાના બૉયફ્રેન્ડ સાથે રિલેશનમાં રહ્યા બાદ હવે તેને લગ્ન કરી લીધા હોવાની વાત સામે આવી છે. એક્ટ્રેસે શ્રુતિ હાસન પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ શાન્તનુ હજારિકા સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે, આ વાતનો ખુલાસો ખુદ શાન્તનુએ કર્યો છે.
શાન્તનુ હજારિકા એક ડૂડલ આર્ટિસ્ટ છે, જે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં કેટલાય મોટા કલાકાર રફતાર, ડિવાઇન, રિત્વિજ જેવા કલાકારોની સાથે કામ કરી ચૂક્યો છે. શ્રુતિ હાસન અને શાન્તનુ હજારિકા એકબીજાને વર્ષ 2018 થી જાણે છે, અને 2020 માં બન્નેએ સાથે રહેવાનો ફેંસલો કર્યો હતો, લૉકડાઉનમાં શ્રુતિ અને શાન્તનુ સાથે જ હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં શાન્તનુ હજારિકાએ શ્રુતિ હાસન સાથેના પોતાના લગ્નના પ્લાન વિશે વાતચીત કરી. તેને બતાવ્યુ કે, બન્નેના લગ્ન થઇ ચૂક્યા છે, પરંતુ આ નોર્મલ લગ્ન નથી પરંતુ ક્રિએટિવ છે. શાન્તનુએ બતાવ્યુ કે લૉકડાઉનમાં અમારામાં વધુ પેશન્સ આવી ગયુ. સાથે જ એક અલગ રીતે જ અન્ડરસ્ટેન્ડિંગ બની ગઇ , જે માત્ર ત્યારે બને છે જ્યારે તમે સાથે રહો છો.
View this post on Instagram
શાન્તનુએ આગળ કહ્યું કે અમે ક્રિએટિવલી લગ્ન કરી ચૂક્યા છીએ. જે બતાવે છે અમારો સંબંધ કેટલો મજબૂત છે. અમે ક્રિએટિવ લોકો છીએ, જે સાથે ક્રિએટિવ વસ્તુઓ કરીએ છીએ, જે અમારા માટે બહુ જરૂરી છે. જ્યારે લગ્નની વાત આવે છે પણ.
View this post on Instagram
--
--
આ પણ વાંંચો........
FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર
Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત
The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા