શોધખોળ કરો
#JNUAttack: અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ગુસ્સામાં બોલી- દેશમાં વિદ્યાર્થીઓ કરતા વધારે ગાય સુરક્ષિત
ટ્વિંકલ ખન્નાના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યૂઝર્શ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
![#JNUAttack: અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ગુસ્સામાં બોલી- દેશમાં વિદ્યાર્થીઓ કરતા વધારે ગાય સુરક્ષિત Actress twinkle khanna on jnu attack cow are more safe in country than students #JNUAttack: અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ગુસ્સામાં બોલી- દેશમાં વિદ્યાર્થીઓ કરતા વધારે ગાય સુરક્ષિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/06173558/twinkle-khanna.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે વિદ્યાર્થીઓ પર બુર્ખામાં આવેલા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાની દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે. રાજકીય આગેવાનોથી લઈને બોલીવૂડ સ્ટાર્સ જેએનયૂ હુમલાની નિંદા કરી રહ્યા છે. આ હુમલામાં વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ધોષ ઘાયલ થઈ હતી. આઈશી સહિત 20 વિદ્યાર્થીઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ હુમલાને લઈને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું છે તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ટ્વિંકલ ખન્નાએ લખ્યું, 'ભારત, જ્યાં ગાય ને વિદ્યાર્થીઓ કરતા વધારે સુરક્ષા મળે છે. આ એ દેશ છે જેણે ડરીને જીવવાનો ઈનકાર કરી દીધો છે. તમે હિંસા કરી લોકોને દબાવી ન શકો...અને વધારે વિરોધ થશે, પ્રદર્શન વધારે થશે, રસ્તાઓ પર વધારો લોકો ઉતરશે.' ટ્વિંકલ ખન્નાના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યૂઝર્શ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે ટ્વિંકલ ખન્નાએ બેબાક અંદાજમાં ટ્વિટ કર્યું હોય, ટ્વિંકલ સામાજિક મુદ્દાઓ પર પોતાના મત ટ્વિટર પર શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં થયેલા હુમલાની દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે.India,where cows seem to receive more protection than students, is also a country that now refuses to be cowed down. You can’t oppress people with violence-there will be more protests,more strikes,more people on the street. This headline says it all. pic.twitter.com/yIiTYUjxKR
— Twinkle Khanna (@mrsfunnybones) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)