(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush New Release Date: વિવાદોની વચ્ચે મેકર્સે બદલી 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ, જાણો શું છે નવી તારીખ
પોતાની વીએફએક્સને લઇને સતત વિવાદોમાં રહેવાના કારણે ફિલ્મની ટીમે હાલમાં આની રિલીઝ ડેટ આગળ લંબાવવાનો ફેંસલો કર્યો છે, હવે આ ફિલ્મ આગામી વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવશે.
Adipurush New Release Date: સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર 'આદિપુરુષ' સતત વિવાદોથી ઘેરાઇ રહી છે, અને હવે આને ધ્યાનમાં રાખતા મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટને લઇને એક મોટો ફેંસલો કર્યો છે, પોતાની વીએફએક્સને લઇને સતત વિવાદોમાં રહેવાના કારણે ફિલ્મની ટીમે હાલમાં આની રિલીઝ ડેટ આગળ લંબાવવાનો ફેંસલો કર્યો છે, હવે આ ફિલ્મ આગામી વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવશે.
મેકર્સનુ અધિકારિક નિવેદન -
ફિલ્મને લઇને મેકર્સે એક અધિકારીક નિવેદન આપ્યુ છે, જેમાં કહેવામા આવ્યુ છે કે, 'આદિપુરુષ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રભુ શ્રીરામના પ્રત્યે ભક્તિ તથા આપણા ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનુ પ્રતિક છે. દર્શકોને એક અદભૂત અનુભવ આપવા માટે 'આદિપુરુષ'ના નિર્માણ સાથે જોડાયેલા લોકોને થોડોક વધુ સમય આપવાની જરૂર છે. 'આદિપુરુષ' હવે જૂન 16, 2023માં રિલીઝ થશે, અમે એક એવી ફિલ્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેના પર સંપૂર્ણ ભારતને ગર્વ થાય, આ રામરાજમાં તમારો સહયોગ, પ્રેમ અને આશીર્વાદ અમે સદૈવ પ્રેરિત કરતા રહ્યાં છે, અને કરતા રહેશે.
IT’S OFFICIAL… ‘ADIPURUSH’ SHIFTS TO A NEW DATE: 16 JUNE 2023… #Adipurush - starring #Prabhas, #SaifAliKhan, #KritiSanon and #SunnySingh - has moved to a new date… Will now arrive in *cinemas* on 16 June 2023... OFFICIAL STATEMENT of director #OmRaut… pic.twitter.com/CFCqOi4o23
— taran adarsh (@taran_adarsh) November 7, 2022
'આદિપુરુષ'ની રીલિઝ પર છવાયા સંકટના વાદળ, દિલ્હી કોર્ટમાં ફિલ્મને લઇને અરજી દાખલ
Petition Filed Against Adipurush In Delhi Court: બોલિવૂડ અભિનેતા પ્રભાસ અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'આદિપુરુષ' ટીઝર રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકને લઈને વિવાદનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આદિપુરુષના હનુમાનની સાથે તમામ પાત્રોની પણ ભારે ટીકા થઈ રહી છે. આ તમામ વિવાદો વચ્ચે આદિપુરુષને લગતો આ મામલો દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પહોંચ્યો છે.
વાસ્તવમાં આદિપુરુષ ફિલ્મને લઈને દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અરજદારે યુટ્યુબ સહિત ઈન્ટરનેટ મીડિયાને ફિલ્મની રીલીઝ અને તેના ટીઝરમાંથી વાંધાજનક હિસ્સાને હટાવવા અંગેના નિર્દેશોની માંગણી કરી છે. અરજદાર રાજ ગૌરવની દલીલ છે કે ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામ અને હનુમાનના પાત્રોને ખોટી રીતે દર્શાવીને હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
રામાયણ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે
આ સાથે ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મુકવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. આ મામલાની સુનાવણી 10 ઓક્ટોબરે સોમવારે સવારે થશે. અરજદારે પોતાની અરજીમાં વધુમાં કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં રામાયણ જેવા મહાકાવ્યના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરી શકાતી નથી. રામાયણ તે ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને આધ્યાત્મિક અને ધર્મનો ભાગ છે. તેમણે કહ્યું કે વાસ્તવમાં ભગવાન રામની પરંપરાગત છબી શાંત પ્રિયતમ છે, જ્યારે ફિલ્મ આદિપુરુષના ટીઝરમાં તેમને અત્યાચારી, પ્રતિશોધક અને ગુસ્સાવાળા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે.