શોધખોળ કરો
Advertisement
નેહા કક્કર સાથેના લગ્નને લઈને આદિત્ય નારાયણે શું કર્યો મોટો ખુલાસો? જાણો
આદિત્ય નારાયણે લગ્નની વાતને માત્ર અફવા ગણાવી છે. એટલું જ નહીં આદિત્યે દાવો કર્યો હતો કે, તેણે અથવા નેહાએ ક્યારેય સોશિયલ મીડિયામાં લગ્નને લઈ કોઈ જાહેરાત કરી નહોતી.
મુંબઈઃ હાલમાં જ સિંગર નેહા કક્કર તથા આદિત્ય નારાયણનો લગ્ન કરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બંને ‘ઈન્ડિયન આઈડલ-11’ના સેટ પર ફેરા ફરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી છે કે, આ માત્ર શો માટે કરવામાં આવ્યું હતું અને તેણે કોઈ લગ્ન કર્યાં નથી.
વીડિયોમાં નેહા લાલ અનારકલી ડ્રેસમાં જોવા મળી રહી છે અને આદિત્ય પિંક શેરવાનીમાં જોવા મળ્યો હતો. આદિત્ય બે વરમાળા લે છે અને એમાંથી એક નેહાને લેવાનું કહે છે. વિશાલ દદલાણી પણ વેડિંગ સેરેમનીમાં જોવા મળે છે. આ તમામે ખુબ જ મસ્તી કરી હતી.
જોકે, આદિત્ય નારાયણે લગ્નની વાતને માત્ર અફવા ગણાવી છે. એટલું જ નહીં આદિત્યે દાવો કર્યો હતો કે, તેણે અથવા નેહાએ ક્યારેય સોશિયલ મીડિયામાં લગ્નને લઈ કોઈ જાહેરાત કરી નહોતી. જો તે તેના જીવનનો આટલો મોટો નિર્ણય લેતો હોય તો તે આની જાહેરાત જાતે જ કરે. જો તે લગ્ન કરવાનો હોય તો તેના માટે આ ઘણાં જ મોટા ન્યૂઝ છે અને તે આ વાત ક્યારેય છૂપાવશે નહીં.
સાચી વાત એ છે કે, આ બધું માત્ર મજાકથી શરૂ થયું હતું અને ત્યાર બાદ લગ્ન એટલી હદે ગંભીર બની ગયા કે, તેમના હાથમાં કંઈ જ ના રહ્યું. સોશિયલ મીડિયામાં આને લઈને ગમે તેમ વાતો થવા લાગી હતી પરંતુ આ બધી અફવા છે. વધુમાં એક પણ મીડિયા પર્સને તેમનો સંપર્ક કરીને સાચી વાત જાણવાનો પ્રયાસ કર્યો નહીં. જો કોઈએ પણ સંપર્ક કર્યો હોત તો તે કહી દેત કે આ બધું જ ખોટું છે.
આદિત્યે ઉમેર્યું હતું કે, જ્યારે તમે સ્ક્રીન પર બે કલાકારોને લગ્ન કરતાં જુઓ તો તમે એવી આશા ના રાખી શકો કે રિયલ લાઈફમાં તેમના સંતાનો હશે. રિયાલિટી શોમાં આ બધું TRP માટે કરવામાં આવ્યું હતું. મેકર્સે આ બધું માત્ર મસ્તી કરવા ખાતર કરવાનું કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement