શોધખોળ કરો
Advertisement
બૉલિવૂડ છોડી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને હવે નિકાહ કરીને સૌને ચોંકાવ્યા, વીડિયો વાયરલ
આ પહેલા સના ખાને સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. ગ્લેમરની દુનિયાને અલવિદા કહેતા લખ્યું હતું કે, હું મારુ બાકીનું જીવન અલ્લાહના રસ્તે ચાલીને વિતાવીશ
મુંબઈ: ફિલ્મ ‘જય હો’ અને ‘બિગ બોસ 6’થી ઓળખ બનાવનાર સના ખાલે થોડા દિવસ પહેલા બોલિવૂડ છોડીને અલ્લાહના માર્ગે ચાલવાની જાહેરાત કરી હતી. હવે તેણે એકવાર ફરી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સના ખાને સુરતના મુફ્તી અનસ સાથે 20 નવેમ્બરે નિકાહ કરી લીધા છે. નિકાહ બાદ તેને એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બન્ને વેડિંગ કેક કાપતા નજર આવી રહ્યાં છે.
આ પહેલા સના ખાને 8 ઓક્ટોબરે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે ધર્મને આધાર માન્યો હતો અને ગ્લેમરની દુનિયાને અલવિદા કહેતા લખ્યું હતું કે, હું મારુ બાકીનું જીવન અલ્લાહના રસ્તે ચાલીને વિતાવીશ અને અલ્લાહના આદેશ પ્રમાણે ચાલશે. સાથે તેણે કહ્યું હતું કે તમામ ભાઇઓ અને બહેનો દરખાસ્ત કરુ છું કે હવે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઇપણ કામ માટે દાવત ના આપે.
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં સના ખાન અને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ વચ્ચે થયેલા બ્રેકએપ બાદ ઘણી ચર્ચામાં રહી હતી. સકોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસના બ્રેકઅપ બાદ આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે હવે તેણે તેના અકાઉન્ટ પરથી બધી જૂની પોસ્ટ ડિલિટ કરી નાખી છે. સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઘણી મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion