શોધખોળ કરો
Advertisement
વેબ સીરિઝ ‘સ્કેમ 1992’માં ધમાકેદાર પરફોર્મન્સ પછી ગુજરાતી પ્રતીક ગાંધી કઈ ટોચની એક્ટ્રેસ સાથે કોમેડી ફિલ્મ કરશે ?
વેબ સિરીઝમાં ‘સ્કેમ 1992’માં જોરદાર પર્ફોમ કર્યાં બાદ ગુજરાતી એક્ટ્રેસ પ્રતીક ગાંધી હવે બોલિવૂડની ટોચની અક્ટ્રેસ સાથે જોવા મળશે.
બોલિવૂડ:વેબ સિરીઝમાં ‘સ્કેમ 1992’માં જોરદાર પર્ફોમ કર્યાં બાદ ગુજરાતી એક્ટ્રેસ પ્રતીક ગાંધી હવે બોલિવૂડની ટોચની અક્ટ્રેસ સાથે જોવા મળશે.
પ્રતીક ગાંધી 'વો લડકી હૈ કહાં?'માં તાપસી પન્નુ સાથે જોવા મળશે, ફિલ્મના ડાયરેક્ટર અરશદ સૈયદ છે. તો સિદ્ધાર્થ રોય કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ એક ઇન્વેસ્ટિગેટિવ કોમેડી ફિલ્મ છે. નોંધનિય છે કે, આ ફિલ્મથી અરશદ સૈયદ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં તાપસી પન્નુ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે.
પ્રતીકે સ્કેમ 1992’માં શાનદાર પર્ફોમ કરીને સૌને અભિભૂત કરી દીધા હતા. અરશદે લખેલી સ્ટોરીની પ્રતીક અને તાપસીએ પ્રશંસા કરી છે. . આ પહેલાં તેમણે 'અદાલત', 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2', વેબ સિરીઝ 'બ્રીધઃઈનટુ ધ શેડો' લખી હતી. પ્રતીકે જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મનો હું હિસ્સો છું એ જાણીને હું ખુશ છું અને તાપસી જોડે કામ કરવા આતૂર છું’
તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'હસીન દિલરુબા', 'જન ગન મન', 'રશ્મિ રોકેટ', 'લૂપ લપેટા', 'દોબારા' તથા 'શાબાશ મિઠુ'માં કામ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement