શોધખોળ કરો

Durand Line : તાલિબાનનો મોટો હુમલો, પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓ પર કબજાનો દાવો

પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે સરહદ રેખા ડૂરંડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ બની છે.

Pakistan-Taliban War : પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે સરહદ રેખા ડૂરંડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ બની છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પાક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.

આ હુમલાથી ગુસ્સે થયેલા તાલિબાને ડૂરંડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો પણ દાવો કર્યો છે.

નોંધનીય છે કે અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવે ડૂરંડ લાઇનને માનતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા પર હુમલો કર્યા બાદ ડૂરંડ લાઈનનો મુદ્દો ફરી ગરમાયો છે.

હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે

તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે શનિવાર રાત સુધી લડાઈ ચાલુ રહી હતી. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ચાલુ સંઘર્ષને જોતા હજારો અફઘાન નાગરિકોને સરહદી વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું પડ્યું છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ડૂરંડ લાઇનની નજીકના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ હતી, પરંતુ તાલિબાનના હુમલામાં માત્ર 1 પાકિસ્તાની સૈનિકનું મોત થયું છે.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં બંને દેશો વચ્ચે દોરવામાં આવેલી ડૂરંડ લાઇનને કાલ્પનિક રેખા ગણાવી છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, '28 ડિસેમ્બરે આ હુમલો પાકિસ્તાનના તે વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાંથી અફઘાન જમીન પર હુમલા કરવામાં આવ્યા હતા.

તાલિબાનને જાહેરાત- ડૂરંડ લાઇનને માનતા નથી

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડૂરંડ લાઇનને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની કોઈપણ સરકારે અંગ્રેજો દ્વારા દોરેલી આ સરહદ રેખાને ક્યારેય સ્વીકારી નથી. તેઓ હંમેશા તેને કાલ્પનિક રેખા કહે છે. તાજેતરમાં જ્યારે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'અમે માનતા નથી કે આ પાકિસ્તાનનો વિસ્તાર છે. આ માત્ર એક કાલ્પનિક રેખા છે.

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Durand Line : તાલિબાનનો મોટો હુમલો, પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓ પર કબજાનો દાવો
Durand Line : તાલિબાનનો મોટો હુમલો, પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓ પર કબજાનો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયોSurat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Durand Line : તાલિબાનનો મોટો હુમલો, પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓ પર કબજાનો દાવો
Durand Line : તાલિબાનનો મોટો હુમલો, પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓ પર કબજાનો દાવો
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ

Rajkot News: પિત્ઝાના શોખીન છો તો  સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ

Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Embed widget