Rajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલ
Rajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે સ્વાનનો આતંક જોવા મળે છે.ચાર જેટલા સ્વાનએ પરપ્રાંતિય યુવાન પર શનિવારે રાત્રિના હુમલો કર્યો હતો.પારડી કિસાન ગેટ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા યુવાન પર ચાર ડાઘીયા એ હુમલો કર્યો હતો.યુવક લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો .બાદમાં 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું.સ્થાનિક લોકોએ કહ્યું સ્વાને તેના પર હુમલો કર્યો હતો.
સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક બીજલદાસ ના પરિવારજનો અને સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, બીજલદાસ શંકાસ્પદ હાલત માં ત્યાં પડ્યા હતા.ચાર જેટલા સ્વાન દ્વારા 45 વર્ષીય બીજલ દાસ પર હુમલો કરવામાં આવ્યો હતો..કિસાન ગેટ પાસે આવેલી પૂજા ઇન્ડસ્ટ્રીઝમાં એક વર્ષથી કામ કરતા હતા..મૂળ બિહારી પરિવાર છેલ્લા એક વર્ષથી અહીંયા રહેતો હતો અને ફેક્ટરીમાં કામ કરતો હતો.ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતએ શ્વાનને કાબુમાં રાખવાની જરૂર છે.. થોડા દિવસ પહેલા રાજકોટના જામકંડોણા પણ સાત વર્ષની બાળકીને સ્વાને ફાડી ખાધી હતી..