કઈ એક્ટ્રેસને એરપોર્ટ પર કૃત્રિમ પગ ઉતારવાનું કહેતા મોદીને કરી ફરિયાદ? જાણો કયા દિગ્ગજ નેતાએ માંગી માફી
આ વીડિયો બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની માફી માંગી છે. એએનઆઈના હવાથી નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કહ્યુ, સુધાજી મને જાણીને દુખ થઈ રહ્યું છે અને તે માટે તમારી માફી માંગુ છું.
મુંબઈઃ ભારતીય મનોરંજનની દુનિયામાં સુધા ચંદ્રનનું નામ જાણીતું છે. તે કૃત્રિમ પગ હોવા છતાં લાજવાબ અભિનય કરે છે. ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ નાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો છે. વીડિયોમાં ચંદ્રને અપીલ કરી છે કે એરપોર્ટ પર ચેક ઇન અને ચેક આઉટ કરતી વખતે તેમણે કૃત્રિમ પગને વારંવાર કાઢવાનું કહેવામાં આવે છે. જેથી તેમને મુશ્કેલી થાય છે. આ વખતે પણ તેમને એરપોર્ટ પર અટકાવ્યા હતા. સુધાચંદ્રને 16 વર્ષની ઉંમરમાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. ત્યારથી તેઓ પ્રોસ્થેટિક જયપુર ફૂટ પહેરે છે.
કયા દિગ્ગજ નેતાએ માંગી માફી
આ વીડિયો બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની માફી માંગી છે. એએનઆઈના હવાથી નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કહ્યુ, સુધાજી મને જાણીને દુખ થઈ રહ્યું છે અને તે માટે તમારી માફી માંગુ છું. આ ઘણુ દુખદ છે. કોઈને પણ આમાંથી પસાર ન થવું પડે. હું આમાં સુધારો કરવાની કોશિશ કરીશ. આ ઉપરાંત સીઆઈએસએફે પણ સુધા ચંદ્રનની માફી માંગી છે.
વીડિયોમાં શું કહ્યું સુધા ચંદ્રને
એરપોર્ટ પર જ શૂટ કરેલા વીડિયોમાં આ 56 વર્ષીય અભિનેત્રીએ પોતાને દર્દને વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી કે પોતાના કામ માટે વિમાન પ્રવાસ કરવા એરપોર્ટ પર જાઉ છું ત્યારે દર વખતે કૃત્રિમ પગ કાઢવાનું કહેવાય છે. જેથી તકલીફ થાય છે. સુધાચંદ્રને પ્રધાનમંત્રી કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને કાર્ડ અપાય છે. તેમ કૃત્રિમ પગ કે હાથવાળા નાગરિકોને પણ કાર્ડ આપવું જોઇએ.
સીઆઈએસએફે શું કર્યુ ટ્વિટ
સીઆઈએસએફએ ટ્વવીટ કરીને સુધા ચંદ્રનની માફી માંગી છે. જેમાં લખવામાં આવ્યું છે,. અમારા કારણે જે અસુવિધા થઈ તેના માટે અમે માફી માંગીએ છીએ. પ્રોટોકોલ મુજબ પ્રોસ્થેટિક્સને સિક્યોરિટી ચેક માટે કાઢવાના હોય છે. તે માત્ર વિશેષ પરિસ્થિતિમાં, દરેક સ્થિતિમાં નહીં. અમે સુધા ચંદ્રનને વાયદો કરીએ છીએ કે મહિલાને બીજી વખત પ્રોટોકોલ બતાવીની સચેત કરાશે, જેનાથી આગળ ટ્રાવેલ કરવામાં મુશ્કેલી ન થાય.
View this post on Instagram