કાન્સમાંથી પરત ફરતી વખતે એરપોર્ટ પર દીકરી આરાધ્યા સાથે જોવા મળી ઐશ્વર્યા. કાન્સના પહેલા દિવસે રેડ કાર્પેટ પર બ્લૂ એન્ડ પર્પલ કલરના બટરફ્લાય ગાઉનમાં ઐશ્વર્યાએ સૌકોઈનું દિલ જીતી લીધું હતું.
2/6
જણાવી દઈએ કે ગયા વર્ષે કાન્સમાં પર્પલ લિપસ્ટિકનો ઉપયોગ કર્યો હોવાથી પણ ઐશ્વર્યા ટ્રોલ થઈ હતી. એમનો આ સોશિયલ એક્સપેરિમેન્ટ કેટલાય લોકોને નહોતો પચ્યો.
3/6
એક ચાહકે જવાબ આપતા લખ્યું કે, મા-દીકરીના પ્રેમને આવી રીતે ટ્રોલ કરવો એ નીચ હરકત છે. આ તમારી હલકી માનસિકતા દર્શાવે છે.
4/6
સોશિયલ મીડિયા પર સેલિબ્સને ટ્રોલ કરવા આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ કોઈપણ કારણ વિના સેલિબ્સને ટાર્ગેટ બનાવવા સમજી બહારનું છે. એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવતાં કેટલાય ચાહકો નારાજ છે.
5/6
ટ્રોલર્સે આરાધ્યને લિપ પર કિસ કરવાની હરકતને ભારતીય સભ્યતાની વિરુદ્ધની જણાવી. કોઈએ તો અભિનેત્રીને લેસ્બિયન સુદ્ધા કહી દીધી.
6/6
નવી દિલ્હીઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થયા બાદ આરાધ્યની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન પરત મુંબઈ આવી ગઈ છે. આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ પોતાના શાનદાર રેડ કાર્પેટ અપીરિયન્સથી લોકોનું દીલ જીતી લીધું હતું. આ ફેસ્ટિવલ દરમિયાન ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં ટ્રોલરે તેને નિશાને લીધી હતી. આ તસવીરમાં ઐશ્વર્યા આરાધ્યાને લિપ કિસ કરતી જોવા મળી રહી હતી. આ તસવીરને પોસ્ટ કરતાં જ ઐશ્વર્યા યૂઝર્સના નિશાને આવી ગઈ ઐશ્વર્યાના ફેન્સે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.