શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલોઃ અજય દેવગને કરી મોટી જાહેરાત, પાકિસ્તાનમાં નહીં રિલીઝ કરે ‘ટોટલ ધમાલ’
મુંબઈઃ પુલવામા હુમલા બાદ સમગ્ર દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત શહીદોના પરિવારજનોની મદદ માટે આમ આદમીથી લઈ ઉદ્યોગપતિઓ, બોલીવુડ સેલિબ્રિટી આગળ આવી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડ એક્ટર અજય દેવગને પણ એક મોટી જાહેરાત કરી છે.
વાંચોઃ પુલવામા હુમલોઃ બોલીવુડનો આ સ્ટાર એક્ટર શહીદોના પરિવારજનોને કરશે 5 કરોડની મદદ, જાણો વિગત
અજય દેવગને સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં જણાવ્યું કે, તેની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી તથા રિતેષ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે.
વાંચોઃ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, રિલાયન્સે આ કામ કરવાની પાડી ના.....
ધમાલ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં ઈશા ગુપ્તા અને સોનાક્ષી સિંહા પણ ગેસ્ટ રોલમાં નજરે પડશે. બંને ખાસ ડાંસ નંબર કરતી જોવા મળશે. ફિલ્મને ઈંદ્ર કુમારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion