શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દીકરીના ટૂંકા કપડા પર કોમેન્ટ કરનારાને આ એક્ટરે આપ્યો જડબાતોડ જવાબ
અજય દેવગન એક સારા કલાકાર છે અને જવાબદાર પિતા છે. ન્યાસા અને યુગ બોલિવૂડના એવા સ્ટાર કિડ્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
મુંબઈઃ અજય દેવગન એક સારા કલાકાર છે અને જવાબદાર પિતા છે. ન્યાસા અને યુગ બોલિવૂડના એવા સ્ટાર કિડ્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના પર બધાની નજર રહે છે. પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલિંગ પણ કરવામાં આવે છે. દીકરી ન્યાસાને ટ્રોલિંગ કરવાને લઈને અજય ઘણીવાર પોતાના ચિંતા વ્યક્ત કરી છે.
એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યું, હુ પાપારાજીને અપીલ કરુ છું કે તે બાળકોને કેપ્ચર કરવાનું બંધ કરે. કેમ ફેમસ પેરેન્ટ્સના બાળક હોવાનું બાળકોને ભોગવવું પડે છે. મને લાગે છે કે કોઇપણ બાળક પાપારાજી સામે સહજ નથી. તેમને સ્પેસ જોઇએ. તે નથી ઇચ્છતા કે જ્યારે પણ તે ઘરથી નીકળે તો પ્રોપર ડ્રેસઅપ થઇને નીકળે. આ ખોટું છે જ્યારે આવી વસ્તુઓ થાય છે.
ન્યાસા દેવગનને ખાસ કરીને તેના આઉટફિટ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા ન્યાસાએ પેન્ટ ન પહેરવા પર ટ્રોલ કરવામાં આવી હતી. પોતાની પુત્રી ન્યાસાની ચિંતા કરતા અજય દેવગને ક્હયું કે ન્યાસા માત્ર 14 વર્ષની છે મને લાગે છે કે ઘણી વખત લોકો એ ભુલી જાય છે અને ખોટી વાતો કરે છે. ન્યાસાએ લોન્ગ શર્ટ પણ પહેર્યો હતો અને શોર્ટ્સ પણ. પરંતુ શર્ટની લંબાઇના કારણે શોર્ટ્સ ન દેખાયા તો લોકોને ન્યાસાને ટ્રોલ કરવાની તક મળી ગઇ. એક ઇન્ટરવ્યુમાં અજયે કહ્યું હતુ કે તેમની પુત્રી પહેલા ટ્રોલિંગથી પ્રભાવિત થતી હતી. પરંતુ હવે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion