શોધખોળ કરો
6 દિવસમાં 100 કરોડને પાર પહોંચી અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વોરિયર'
ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મે રિલીઝના માત્ર છ દિવસમાં જ આ આંકડો પાર કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર આ વર્ષની પ્રથમ સુપરહીટ બની ગઈ છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મે રિલીઝના માત્ર છ દિવસમાં જ આ આંકડો પાર કર્યો છે. ફિલ્મે છઠ્ઠા દિવસે બુધવારે 16.72 કરોડની કમાણી કરી હતી. અજયની ફિલ્મે કુલ 107 કરોડની કમાણી કરી લીધી છે.
આ પહેલા ફિલ્મે રિલીઝના પ્રથમ વિકેંડ પર 61.93 કરોડની શાનદાર કમાણી કરી હતી. ફિલ્મની ઓપનિંગની વાત કરવામાં આવે તો રિલીઝના પ્રથમ દિવસે 15.10 કરોડની કમાણી કરી હતી. બાદમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. અજય દેવગનની ફિલ્મે સોમવારે 13.75 કરોડ, મંગળવારે 15.28 કરોડ અને બુધવારે 16.72 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે કુલ 6 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.#Tanhaji is 💯 NOT OUT... Day 6 is higher than Day 1, 4 and 5... Terrific trending on weekdays indicates the power of solid content... Speeding towards ₹ 150 cr... Fri 15.10 cr, Sat 20.57 cr, Sun 26.26 cr, Mon 13.75 cr, Tue 15.28 cr, Wed 16.72 cr. Total: ₹ 107.68 cr. #India biz
— taran adarsh (@taran_adarsh) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement