મુંબઈઃ અક્ષય કુમાર પોતાની ફિલ્મો માટે જેટલો ચર્ચામાં રહે છે તેટલો જ પોતાની દેશભક્તિ માટે પણ રહે છે. હાલમાં જ તેણે રજનીકાંતની સાથે ફિલ્મ ‘2.0’માં કામ કર્યું, જેણે બોક્સ ઓફિસ પર એક નવો ઈતિહાસ રચ્યો. આ ફિલ્મ અક્ષયની ફિલ્મ કારકિર્દીની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ. પરંતુ હાલમાં જ તેણે એક એવું નિવેદન આપ્યું છે જેને લઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.
2/3
અક્ષય કુમારે હાલમાં જ કેનેડામાં એક સ્પીડ આપી જેમાં તેણે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઇનિંગ પૂરી થયા બાદ કેનેડામાં વસી જશે અને આ તેની પ્રથમ જગ્યા છે. ટોરન્ટો તેનું પ્રથમ ઘર છે. આમ તો અક્ષયની કેનેડાની નાગરિકતાને લઈને ઘણી વખત તેના પર સવાલ ઉભા થયા છે. તેના વીકિપીડિયા પ્રોફાઈલમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ભારતમાં જન્મેલ કેનેડિયન અભિનેતા છે.
3/3
અક્ષય કુમારનો આ વીડિયો સામે આવ્યા બાદ અક્ષય કુમારના ફેન્સ તેને ગદ્દાર સુધી કહી રહ્યા છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કોઈએ કહ્યું કે, ‘જોઈલો દેશભક્તિને કેવી રીતે રોકડી કરવામાં આવે છે’, ‘કેનેડા માતાની જય’.