અક્ષય કુમાર સાઉથની આ સુપરહીટ ફિલ્મની રિમેકમાં બનશે હીરો, 28 વર્ષ નાની હીરોઇન સાથે કરશે રોમાન્સ, જાણો
‘સોરારઇ પોટરુ’ એ સાઉથ સુપરસ્ટાર સૂર્યા (Suriya) સ્ટારર ફિલ્મ છે, અને તેને સાઉથમાં ધમાલ મચાવી દીધી છે. હવે આ ફિલ્મની રિમેક બનવા જઇ રહી છે,
મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી સાઉથની બ્લૉકબ્લસ્ટર ફિલ્મોની હિન્દી રિમેક બની રહી છે, અને આ ફિલ્મો પણ ધૂમ મચાવે છે. રિમેક બનેલી આ ફિલ્મોમાં સિંઘમથી લઇને કબિર સિંહ સહિતની કેટલીય ફિલ્મો સામેલ છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મ ઉમેરાઇ રહી છે, અને તેનુ નામ છે ‘સોરારઇ પોટરુ’...
‘સોરારઇ પોટરુ’ એ સાઉથ સુપરસ્ટાર સૂર્યા (Suriya) સ્ટારર ફિલ્મ છે, અને તેને સાઉથમાં ધમાલ મચાવી દીધી છે. હવે આ ફિલ્મની રિમેક બનવા જઇ રહી છે, રિપોર્ટ છે કે આ ફિલ્મમાં લીડ રૉલ અક્ષય કુમારને આપવામાં આવ્યો છે, અને હીરોઇને તરીકે રાધિકા મદાન દેખાશે.
રિપોર્ટનુ માનીએ તો આ હિંદી રિમેકમાં અક્ષય કુમાર મખ્ય રોલ કરવાનો છે. તેમજ તેની સાથે રાધિકા મદાન કામ કરવાની છે. આ ફિલ્મમાં રાધિકા મદાન મહારાષ્ટ્રિયન ગ્રામણી મહિલાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાંના પોતાના પાત્રને ન્યાય આપવા માટે રાધિકાએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશન સ્ટેજમાં છે. દિગ્દર્શકે આ ફિલ્મને પાશ્ચાત્ય પશ્ચિમી ભારત પર સેટ કરી છે.
ખાસ વાત છે કે આ ફિલ્મની સ્ટૉરી એક સત્યઘટના પર આધારિત છે. આ એક ગોપીનાથ નામની એવી વ્યક્તિ પર આધારિત છે, જેણે સામાન્ય લોકો માટે હવાઇયાત્રાને સસ્તી કરી હતી. અક્ષય કુમાર હાલમાં 54 વર્ષનો છે, જ્યારે આ ફિલ્મની એક્ટ્રેસ રાધિકા મદાન માત્ર 26 વર્ષની છે, એટલે કે બન્ને વચ્ચે 28 વર્ષનો એજ ગેપ છે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો