Times 100 most influential people: ટાઈમ્સ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સાક્ષી મલિક, આલિયા ભટ્ટનું નામ, જાણો અન્ય કેટલા ભારતીયોને મળ્યું સ્થાન
ટાઈમ્સ મેગેઝીને વર્ષ 2024ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બે ભારતીયોના નામ પણ છે.
Times 100 most influential people: ટાઈમ્સ મેગેઝીને વર્ષ 2024ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બે ભારતીયોના નામ પણ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને અભિનેત્રી આલિયા ભટ્ટને ટાઈમ્સ મેગેઝીનની યાદીમાં સ્થાન મળ્યું છે.
કુશ્તીમાં ભારતની એકમાત્ર મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષીને ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણી સામેની લડાઈ માટે યાદીમાં સામેલ કરવામાં આવી છે. અભિનેત્રી આલિયા ભટ્ટને અભિનય ક્ષેત્રે તેમજ લોક કલ્યાણના કાર્યોમાં યોગદાન માટે આ યાદીમાં સ્થાન મળ્યું છે.
View this post on Instagram
ભારતીય મૂળના આ વ્યક્તિઓને પણ સ્થાન મળ્યું
આ યાદીમાં ભારતીય મૂળના હોલીવુડ અભિનેતા દેવ પટેલનું નામ પણ સામેલ છે. દેવ પટેલ ઈન્ડો-બ્રિટિશ મૂળના અભિનેતા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા પણ ભારતીય મૂળના વ્યક્તિ છે અને તેમને પણ ટાઈમ્સ મેગેઝીનની આ યાદીમાં સ્થાન મળ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટની લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જીગર શાહનું નામ પણ આ યાદીમાં છે. શાહનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો.
ટાઈમ્સ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં બિઝનેસમેન અજય બંગાએ પણ સ્થાન મેળવ્યું છે. અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે અને તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. આ લિસ્ટમાં ફેમસ શેફ અસમા ખાનને પણ સ્થાન મળ્યું છે. કોલકાતામાં જન્મેલી અસ્મા ખાન એક પ્રખ્યાત શેફ છે અને લંડનની પ્રખ્યાત રેસ્ટોરન્ટ દાર્જિલિંગ એક્સપ્રેસની માલિક પણ છે.
યેલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રિયમવદા નટરાજનનો પણ ટાઇમ્સ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં જન્મેલા પ્રિયમવદા નટરાજન, યેલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના વિભાગોમાં પ્રોફેસર છે. બ્લેક હોલના અભ્યાસ માટે તે આખી દુનિયામાં ઓળખાય છે.
View this post on Instagram