Alia bhattની મૂવિ ગંગુબાઇ કાઠિયાવાડી પર વિવાદ, કોર્ટ પહોંચી ગંગુબાઇની ફેમિલી, જાણો શું છે કારણ
સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને ગંગુબાઈના પરિવારનો આરોપ છે કે આ ફિલ્મમાં અમારી માતાને એક સામાજિક કાર્યકરમાંથી વેશ્યા બનાવવામાં આવી છે.
મુંબઈ: સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને ગંગુબાઈના પરિવારનો આરોપ છે કે આ ફિલ્મમાં અમારી માતાને એક સામાજિક કાર્યકરમાંથી વેશ્યા બનાવવામાં આવી છે.
આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો તેમાં આલિયાના લુકના વખાણ કરતા થાકતા નથી. પરંતુ રિલીઝ પહેલા જ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને વિવાદ છેડાઈ ગયો છે. ગંગુબાઈ, એ સ્ત્રી કે જેના પર આ ફિલ્મ બની છે. તેના પરિવારજનોએ વિરોધ કર્યો છે અને પરિવાર કોર્ટ પહોંચ્યો છે.
ગંગુબાઈના પરિવારનો આરોપ છે કે, સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમારી માતાને એક સામાજિક કાર્યકરમાંથી પ્રોસ્ટિચ્યૂટ બતાવવામાં આવી છે.મીડિયા સાથેની વાતચીતમાં ગંગુબાઈના પુત્ર બાબુરાવજી શાહે કહ્યું કે, 'ફિલ્મમાં મારી માતાને વેશ્યા બનાવવામાં આવી છે. . હવે લોકો તેના વિશે અલગ અલગ રીતે વાત કરી રહ્યા છે. આ બાબતોના કારણે અમારા પરિવારને ખૂબ જ અપમાનજનક સ્થિતિનો સામલો કરવો પડી રહ્યો છે.
ગંગુબાઈની પૌત્રી ભારતીએ ઉઠાવ્યો વાંધો
ગંગુબાઈની પૌત્રી ભારતીએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, પૈસાના લોભમાં મેકર્સે મારા પરિવારને બદનામ કર્યો છે. તે સ્વીકારી શકાય તેમ નથી. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મ બનાવતા પહેલા પરિવારની સંમતિ લેવામાં આવી ન હતી.
ગંગુબાઇએ 4 બાળકોને લીધા હતા દત્તક
તેણે વધુમાં કહ્યું કે મારી નાની કમાઠીપુરામાં રહેતી હતી, તેથી શું ત્યાં રહેતી દરેક મહિલા વેશ્યા જ હતી?. ભારતીએ વધુમાં જણાવ્યું કે, મારી માતાજીએ ત્યાં 4 બાળકોને દત્તક લીધા હતા, જે પોતે વેશ્યાના બાળકો હતા. જ્યારે અમારી દાદીએ બાળકો દત્તક લીધા હતા ત્યારે હાલ જે છે તેવા કાયદા નહોતા. ઉલ્લેખનિય છે કે, ગંગુબાઈએ 1949માં ચાર બાળકોને દત્તક લીધા હતા, આજે તેમના પરિવારમાં 20 સભ્યો છે.
સંજય ભંસાલીને મોકલવામાં આવી નોટિસ
ભારતીએ કહ્યું કે અમે લોકો સમક્ષ અમારા પરિવારની વાર્તાઓ ગર્વથી સંભળાવતા હતા. પરંતુ જ્યારે ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે અમારા પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે કે તારી દાદી વેશ્યા હતી. લોકોમાં સતત મજાક બની રહેલા ગંગુબાઈના પુત્રએ પોતાની માતા અને પરિવારની ઈજ્જત બચાવવા માટે કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.ગંગુબાઈના પરિવારના વકીલ નરેન્દ્રએ જણાવ્યું કે, અમે સંજય લીલા ભણસાલી અને લેખક હુસૈન જૈદીને પણ નોટિસ મોકલી છે. જોકે, આ અંગે હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા આવી નથી.'ગંગુબાઈ કાઠિયાવાડી'નું પ્રીમિયર પણ બર્લિનમાં રાખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ તેની બહેન શાહીન સાથે સોમવારે બર્લિન જવા રવાના થઈ હતી.