Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
ફિલ્મના નિર્માતાઓને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં આ ફિલ્મ ફૂલ HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.
Pushpa 2 Online Leak: અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં છે. પુષ્પા ધ રાઇઝની રીલિઝના ત્રણ વર્ષ પછી થિયેટરમાં અલ્લુ અર્જુનની પુષ્પા 2 જોવા માટે ચાહકોમાં દોડધામ છે, જેના કારણે તેને મજબૂત એડવાન્સ બુકિંગ મળ્યું છે. પુષ્પા 2ને થિયેટરોમાં આવ્યાને થોડા કલાકો જ થયા છે અને તેને લગતા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં આ ફિલ્મ પાઈરેસી સાઈટો પર ઓનલાઈન લીક થઈ ગઈ છે.
'પુષ્પા 2' રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક
પુષ્પા 2 નો ક્રેઝ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે તેવી અપેક્ષા છે. પરંતુ તે પહેલા જ ફિલ્મના નિર્માતાઓને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં આ ફિલ્મ ફૂલ HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનની પુષ્પા 2 પાઈરેસી પ્લેટફોર્મ્સ જેમ કે Ibomma, Movierulz, Tamilrockers, Filmyzilla, Tamilyogi, Tamilblasters, Bolly4U, Jaisha Movies, 9xMovies અને Moviesda પર મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને તેને 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં લોકો તેને ડાઉનલોડ કરીને ફ્રીમાં જોઈ રહ્યા છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઇઝની સિક્વલ છે. અલ્લુને પુષ્પા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. જ્યારે માઇથ્રી મૂવી મેકર્સ અને મુત્તમસેટ્ટી મીડિયા દ્વારા નિર્મિત પુષ્પા 2 માં અલ્લુ અર્જુન પુષ્પા રાજ તરીકે, રશ્મિકા મંદાન્ના શ્રીવલ્લી તરીકે અને ફહદ ફાસીલ ભંવર સિંહ શેખાવત તરીકે પાછા ફર્યા છે.
નોંધનીય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું બુધવારે હૈદરાબાદમાં પ્રીમિયર થયું હતું, જેમાં નાસભાગ મચી ગઈ હતી. સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતાને જોવા માટે લોકો એકઠા થયા ત્યારે ભીડ બેકાબૂ થઇ હતી.
Pushpa 3: 'પુષ્પા 3' નું ટાઇટલ રિલીવ થયુ, ત્રીજા ભાગમાં આ સુપરસ્ટાર એક્ટર બનશે વિલન, જાણી લો નામ