લાંબી ફેસબુક પોસ્ટમાં વિંટાએ લખ્યું, ‘તેની પત્ની મારી સારી મિત્ર હતી. અમે એક બીજાના ઘરે આવતા જતા હતા, અમારા મિત્ર પણ એક હતા, મોટાભાગા થિયેટરમાંથી હતા. હું ત્યારે ટીવીના નંબર વન શો ‘તારા’ માટે લખી રહી હતી અને તેનું પ્રોડક્શન કરી રહી હતી. તે મારી લીડ ગર્લની પાછળ હતા. યુવતીને તેનામાં કોઈ રસ ન હતો.’
2/5
નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા વિવાદ બાદ હવે તમામ મહિલાઓ પોતાની સાથે થયેલ જાતીય શોષણને લઈને ખુલીને અવાજ ઉઠાવી રહી છે. નાના પાટેકર, કૈલાશ ખેર અને વિકાસ બહલ પર લાગેલ જાતીય શોષણ અને હિંસાના આરોપ બાદ હવે રાઈટર અને ફિલ્મમેકટર વિંટા નંદાએ આલોક નાથ વિરૂદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
3/5
ફેસબુકમાં વિંટાએ લખ્યું છે કે, એ વખત આ વ્યક્તિને મને તેના ઘરે બોલાવી. તેની પત્ની (જે મારી ખાસ મિત્ર હતી) શહેરની બહાર હતી. અમા બધા મિત્રોનું મળવું સામાન્ય હતું, તો આવું અમે કંઈ વિચાર્યું પણ ન હતું, પરંતુ જેમ સાંજ થવા લાગી, મારા ડ્રિંક્સમાં કંઈ ભેળવી દેવામાં આવ્યું અને મને કંઈક અલગ અનુભવ થવા લાગ્યો. રાત્રે 2 કલાકે હું તેના ઘરેથી નીકળી. કોઈને મને ડ્રોપ કરવા માટે ન કહ્યું. મને લાગ્યું કે અહીં વધારે સમય સુધી રોકાવું યોગ્ય નહીં રહે. હું ખાલી રસ્તા પર એકલા જ ચાલવા લાગી, જ્યારે મારું ઘર દૂર હતું....અને અધવચ્ચે જ એમણે મારો રસ્તો રોકી લીધો.
4/5
તે પોતાની ગાડી ચલાવી રહ્યા હતા અને ગાડી રોકીને મને મારા ઘરે ડ્રોપ કરવા માટે કહ્યું. હું વિશ્વાસ રાખીને કારમાં બેસી ગઈ. ત્યાર બાદ મને થોડું થોડું યાદ છે. મને યાદ છે કે વધુ દારૂ મને પીવડાવવામાં આવ્યો અને મને મારવામાં આવી. બીજી સવારે જ્યારે હું ઉઠી તો મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. મારા પર બળાત્કાર જ નહીં પરંતુ મને ઘરે લઈ જઈને મારી સાથે મારઝુડ કરવામાં આવી. હું મારા બેડ પરથી ઉઠી શકતી ન હતી. આ મામલે મેં મારા મિત્રોને જણાવ્યું તો બધાએ મને આ વાત ભૂલી જઈને આગળ વધવાની સલાહ આપી.
5/5
આ સમગ્ર મામલે આલોક નાથે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આજના જમાનામાં જો કોઈ મહિલા કોઈ પુરુષ પર આરોપ લગાવે છે તો પુરુષનું તેના પર કંઈપણ કહેવું એ મહત્ત્વ નથી રાખતું. હું વિંટાને સારી રીતે ઓળખું છું. હાલમાં આ મામલે હું ચુપ રહેવું જ પસંદ કરીશ. તેને પોતાના વિચારો મુકવાનો અધિકાર છે. સયમ આવ્યે સાચી વાત સામે આવી જશે. હાલમાં આ વાતને પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાદમાં આ મામલે નિવેદન કરીશ.