શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ અભિનેત્રીના લગ્ન કેમ ટળ્યાં, કારણ જાણીને તમે ચોંકી જશો
પોપ સિંગર કેટી પેરી અને અભિનેતા ઓર્લાન્ડો બ્લૂમે કોરોના વાયરસના પગલે જાપાનમાં તેમના લગ્ન મુલતવી રાખ્યા છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું
પોપ સિંગર કેટી પેરી અને અભિનેતા ઓર્લાન્ડો બ્લૂમે કોરોના વાયરસના પગલે જાપાનમાં તેમના લગ્ન મુલતવી રાખ્યા છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. ચીનથી આવેલો આ નવો કોરોના વાયરસ અમેરિકા, ઈટલી અને ઈરાન સહિત 60થી વધુ દેશોમાં ફેલાયો છે. એક મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, કેટી ગર્ભવતી છે અને આ કપલ જૂનમાં લગ્ન કરવાની તૈયારીઓમાં લાગેલું હતું ત્યારે હવે કોરોનાને કારણે તેમણે લગ્ન ટાળવાનો નિર્ણય કર્યો છે.
આ કપલની નજીકના એક સુત્રોએ મેગેઝિનને જણાવ્યું હતું કે, જાપાનમાં 150 મહેમાનો સાથે લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. ગર્ભાવસ્થામાં લગ્ન કરવા વિશે કેટી ખરેખર ઉત્સાહિત હતી. તે ખૂબ જ ખુશ હતી કે લગ્ન માટેની તમામ તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે પરંતુ કોરોના વાયરસને કારણે હવે અડચણ ઉભી થઈ છે.
ગુરૂવારે પેરીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, તે અને બ્લૂમ તેમના પહેલા બાળકના જન્મની તૈયારીઓ કરી રહ્યા છે. સિંગરે આની જાહેરાત ‘નેવર વોર્ન વ્હાઈટ’ વીડિયો શેર કરીને કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement