અમિતાભ બચ્ચનની ટ્વિટે ફેન્સને કર્યો પરેશાન, કહ્યું, ધડકન વધી રહી છે, હવે ચિંતા થઇ રહી છે..
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફિલ્મની સાથે તેમની પર્સનલ લાઇફ વિશે પણ અપડેટ આપતા રહે છે. તેમણે એકવાર ફરી એક ટવિટ કરીને ફેન્સની ચિંતા વધારી દીધી છે.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફિલ્મની સાથે તેમની પર્સનલ લાઇફ વિશે પણ અપડેટ આપતા રહે છે. તેમણે એકવાર ફરી એક ટવિટ કરીને ફેન્સની ચિંતા વધારી દીધી છે.
અમિતાભ બચ્ચને ફરી એકવાર ટવિટ કરીને તેના ફેન્સની ચિંતા વધારી દીધી છે. બિગ બીએ હાલમાં જ એક ટવિટ કર્યું છે કે, જેમાં લખ્યું છે કે, હાર્ટ બીટ વધી રહ્યાં છે. ચિંતા થઇ રહી છે...ઉમ્મીદ છે બધું જ ઠીક જ હશે. અમિતાભના આ ટવિટથી તેના ચાહકો ચિંતામાં મૂકાયા છે. ફેન્સને હવે તેને ફેવરિટ સ્ટારની ચિંતા સતાવી રહી છે.
એ વાત જગ જાહેર છે કે બિગ બી પણ અન્ય સ્ટારની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેમની અપકમિગ ફિલ્મ વિશે ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા અવગત કરતા રહે છે. અમિતાભ બચ્ચન તેમની અપકમિંગ ફિલ્મ, પર્સનલ લાઇફ અને કરન્ટ અફેર વિશેના તેમના મતવ્યો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અમિતાભની પોસ્ટ થોડા સમયમાં જ વાયરલ થઇ જાય છે અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક પોસ્ટ કવિતા સાથે કરી છે. જેમાં તેમણે તેમની હેલ્થ વિશે પણ વાત કરી છે. જેનાથી તેને ફેન્સ પરેશાન થયા છે.
અમિતાભ બચ્ચને આ પોસ્ટ 27 ફેબ્રુઆરી રવિવારે રાત્રે કરી છે. જેમાં તેમણે પરેશાની અને તેમની આશાની વાત કરી છે. જો કે તેની આ પોસ્ટે ફેન્સમાં ચિંતા જગાડી છે. ફેન્સે આ પોસ્ટ પર તેમને આરામ કરવાની અને હેલ્થની કાળજી લેવાની પણ સલાહ આપી છે.
તેમના ચાહકોને પરેશાન જોઇને અમિતાભે બ્લોગ પોસ્ટ કર્યો, જેમાં જણાવ્યું કે, તેમનું ટ્વીટ શૂટિંગના તણાવ અને તેમની મનપસંદ ટીમ ચેલ્સિયા રમી રહેલી આગામી ફૂટબોલ મેચ માટે છે,. જે તેમણે ટવિટથી રજૂ કરી હતી. રૂટિન શેર કરવાની સાથે તેણે જણાવ્યું કે, કેવી રીતે તે સાંજે 5.30 વાગ્યા સુધી શૂટિંગ કરી રહ્યો હતો અને પછી રાત્રે 8.30 વાગ્યે મડ આઈલેન્ડથી તેના ઘર જલસા સુધી ગયો હતો, એટલે કે હવે બિગ બીની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ સ્વસ્થ છે.