શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચને કર્યું એવું ટ્વિટ કે ફેન્સ ચિંતામાં પડી ગયા, 30 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું....
અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના આવાસ જલસા પર ફેન્સ સાથે મુલાકાત કરે છે. છેલ્લા 30 વર્ષોથી આવું બનતું આવ્યું છે. પરંતુ આ રવિવારે અમિતાભે ફેન્સને માહિતી આપી કે તેઓ ફેન્સ સાથે જલસા ગેટ પર મુલાકાત નહીં કરી શકે.
નવી દિલ્હીઃ ફિલ્મ જગતના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. જેના દ્વારા તે પોતાના ફેન્સ સાથે હંમેશા જોડાયેલ રહે છે. તે પોતાના ફેન્સને ખૂબ જ મહત્ત્વ આપે છે. આ જ કારણે રવિવારે પોતાના ઘર જલસાની બહાર ફેન્સની ભારે ભીડ લાગે છે. પરંતુ આ વખતે ફેન્સે નિરાશ થઈને પરત જવું પડ્યું. કારણ કે આ રવિવારે તે પોતાના ફેન્સને મળવા માટે બહાર ન આવી શક્યા.
અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના આવાસ જલસા પર ફેન્સ સાથે મુલાકાત કરે છે. છેલ્લા 30 વર્ષોથી આવું બનતું આવ્યું છે. પરંતુ આ રવિવારે અમિતાભે ફેન્સને માહિતી આપી કે તેઓ ફેન્સ સાથે જલસા ગેટ પર મુલાકાત નહીં કરી શકે. જોકે આ પાછળનું કારણ શું છે તે વિશે હાલ અમિતાભ બચ્ચને કોઈ માહિતી આપી નથી. પરંતુ તેમના ફેન્સ આ ટ્વીટ વાંચીને ઘણા ચિંતામાં છે અને એક પછી એક ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. આ સિવાય કેટલાક ફેન્સે અમિતાભ બચ્ચનને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ સલાહ આપી અને કહ્યું કે, ‘સર થોડો આરામ કરો અને હેલ્થનું ધ્યાન રાખો.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલ્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે આવશે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નેગેટિવ રોલમાં દેખાશે એવું કહેવામાં આવી રહ્યું છે.T 3154 - All Ef and well wishers .. not doing the Sunday meet at Jalsa Gate this evening .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) May 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion