બાદમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં જ્યાં ડોક્ટરની ભાષામાં કહીએ તો તેઓ 11 મિનિટ સુધી મૃત રહ્યા. તે સમયે એવી સ્થિતિ ઊભી થઈ હતી કે અભિતાભના એક ઓવરસ્માર્ટ ફેન મનોજ દેસાઈએ મીડિયાને એવા સમાચાર આવ્યા કે સુપરસ્ટાર ન રહ્યા. જોકે આ ખોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ ન બન્યા. બાદમાં અમિતાભ બચ્ચની તબિયતમાં સુધારો થયો હતો.
2/4
આમ તો એ ફિલ્મમાં અમિતાભનો ડીપ્લીકેટ દ્વારા સીન કરવાનો હતો પરંતુ અમિતાભે ખુદ કરવાનો નિર્ણય કર્યો. તેમને ટેબલ પર પડીને જમીન પર પડવાનું હતું. પરંતુ જેવા જ તે ટેબલની તરફ કુદકો લગાવ્યો, ટેબલનો ખુણો તેમના પેટમાં જઈને લાગ્યો જેનાથી તેમની (Spleen) ફાટી ગઈ અને તેમનું ખૂબ લોહી વહેવા લાગ્યું.
3/4
આ અકસ્માતમાં શૂટિંગ દરમિયાન પુનીસ ઇસ્સરે અમિતાભ બચ્ચનને પંચ માર્યો તો તે ભૂલથી તેમના સ્નાયુ (Solar Plexus)માં જઈને લાગ્યો હતો. આ ઘટના 1982માં ઘટી હતી, જ્યારે મનમોહન દેસાઈ કર્ણાટક યૂનિવર્સિટીના કેમ્પસમાં ફિલ્મ ‘કૂલી’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ સમયે કોઈ જાણતું ન હતું કે આ ઘટનાની ઉંડી ગંભીર અસર થશે.
4/4
મુંબઈઃ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. તેમના માત્ર 11 ઓક્ટોબરે જ શુભકામના આપવામાં નથી આવતી પરંતુ નજીકના મિત્રો તેમને 2 ઓગસ્ટના રોજ પણ હેપ્પી બર્થડે કહે છે. બિગ બી વર્ષમાં બે વખત પોતાના બર્થડે ઉજવે છે અને આવું તેમના જીવનમાં આવેલ એક દુર્ઘટનાને કારણે થાય છે. વાત થઈ રહી છે કુલીના શૂટિંગ દરમિયાન થયેલ એ દુર્ઘટનાની જ્યારે એવું લાગ્યું હતું કે હવે બોલિવૂડ અમિતાભ બચ્ચનને ખોઈ દેશે.