શોધખોળ કરો
ઘુંટણીએ બેસી આનંદ આહુજાએ પત્ની સોનમ કપૂરના બુટની દોરી બાંધી, જુઓ તસવીરો
આનંદ આહુજા અને સોનમ કપૂરે ફરી એક વાર પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. આનંદ આહુજાએ દિલ્હીમાં એક સ્ટોરના ઉદ્ધાટન સમયે પોતાના ઘુંટણીએ બેસીને પત્ની સોનમ કપૂરના બુટની દોરી બાંધી હતી. બંનેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

નવી દિલ્હી: આનંદ આહુજા અને સોનમ કપૂરે ફરી એક વાર પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. આનંદ આહુજાએ દિલ્હીમાં એક સ્ટોરના ઉદ્ધાટન સમયે પોતાના ઘુંટણીએ બેસીને પત્ની સોનમ કપૂરના બુટની દોરી બાંધી હતી. બંનેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
દિલ્હીમાં એક સ્ટોરનાં ઉદ્ધાટન માટે આનંદ અને સોનમ પહોચ્યા હતાં. સોનમે જ્યારે પગમાં આ નવાં બૂટ પહેર્યા તો આનંદે તેની દોરી બાંધવા નીચે ન ઝુકવા દીધી અને પોતે ઘુંટણીએ બેસીને બુટની દોરી બાંધી હતી. આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
સ્ટોરમાં જ્યારે આનંદ આહુજા સોનમના બુટની દોરી બાંધી રહ્યા હતા ત્યારે આસપાસમાં ઉભેલા લોક આ જોડીની સાદગી જોઈ દંગ રહી ગયા હતા. સોનમ કપૂર આ દરમિયાન હસતી જોવા મળી હતી.
વધુ વાંચો




















