સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા સવાલ પર અંકિતા લોખંડેએ કહ્યું કે,. 'હવે ....'
એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. તાજેતરમાં જ અંક્તિાને સુશાંત સિંહ રાજપૂતને લઇને એક સવાલ પૂછ્યો છે. અંકિતાએ આ સવાલનો જવાબ મજેદાર અંદાજમાં આપ્યો છે.
એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. તાજેતરમાં જ અંક્તિાને સુશાંત સિંહ રાજપૂતને લઇને એક સવાલ પૂછ્યો છે. અંકિતાએ આ સવાલનો જવાબ મજેદાર અંદાજમાં આપ્યો છે.
ફેમસ ટીવી એક્ટ્રેસ અંક્તિા લોખંડે કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. બહુ જલ્દી તે ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. આવનાર શો હવે નવા અંદાજમાં વાપસી કરશે. આ શોમાં અંક્તિા ફરી અર્ચનાનો ભૂમિકા નિભાવશે, જ્યારે માનવનો રોલ પ્લે કરનારની જવાબદાકી ટીવી એક્ટર શહીર શેખને અપાઇ છે. સોશિયલ મીડિયા પર આ શોને લઇને ચર્ચાં ચાલી રહી છે.
તાજેતરમાં જ અંક્તિા લોખંડે તેમના ઘરની બહાર નીકળી તો ફોટોગ્રાફર્સ તેમની ઘેરી લીધી હતી. તેમણે અંક્તિાને પૂછ્યું કે, પવિત્ર રિશ્તા સિઝન2માં વાપસીને લઇને કેવું મહેસૂસ કરી રહ્યાં છો. આ મુદ્દે અંક્તિાએ કહ્યું કે, હું આ શોમાં વાપસીને લઇને ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. જો કે તેમને અનેક પ્રકારના સવાલ કરવામાં આવ્યાં હતા. તેનો જવાબ આપ્યાં વિના તે ત્યાંથી નીકળી ગઇ હતી.
અંક્તિાને સુશાંત સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો
જ્યારે એક ફોટોગ્રાફરે તેમને પૂછ્યું કે, 'ઇસ શોમાં સુશાંત સર નહીં હોંગે, ઐસે મેં ક્યાં આપ ઉસે મિસ કરેંગી' આ સવાલના જવાબમાં અંક્તિાએ કહ્યું, 'છોટુ અબ બડે હો જાવ'આટલું કહીને અંક્તિા તેમની ગાડીમાં બેસી ગઇ. અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છો.
14 જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું નિધન
ઉલ્લેખનિય છે કે, 14 જૂન,2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નિધન થઇ ગયું હતું. તેનો મૃતદેહ બાદ્રા સ્થિત તેમના ફ્લેટથી મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેમને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આ્વ્યું હતું. જો કે આ ઘટનાના પગલે સીબીઆઇ તપાસની માંગણી કરી છે. આ કેસમાં અત્યાર સુધી અનેક મોટા ખુલાસા થઇ ચૂક્યાં છે પરંતુ તેમના મોતનું રહસ્ય હતંુ ઉકેલાયું નથી.