Anushka-Virat: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દુબઈથી સીધા વૃંદાવન પહોંચ્યા, બાબા નીમ કરોલીની મુલાકાત લીધી
Anushka-Virat: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બુધવારે સવારે તેમની દુબઈ ટ્રિપથી સીધા મથુરા વૃંદાવનમાં બાબા નીમ કરોલીના આશ્રમ પહોંચ્યા હતા.
Anushka-Virat: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બુધવારે સવારે તેમની દુબઈ ટ્રિપથી સીધા મથુરા વૃંદાવનમાં બાબા નીમ કરોલીના આશ્રમ પહોંચ્યા હતા. અહીં મુલાકાત લીધા બાદ દંપતીએ ધાબળા અને ઉનના કપડાનું પણ વિતરણ પણ કર્યું હતું.
Anushka-Virat In Vrindavan: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર-પતિ વિરાટ કોહલી તાજેતરમાં નવા વર્ષની ઉજવણી કરવા યુએઈમાં હતા. ત્યાંથી દંપતી સીધા મથુરા, વૃંદાવન બાબા નીમ કરોલી આશ્રમમાં દર્શન કરવા પહોંચ્યા. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ બંને બાબા નીમ કરોલી આશ્રમમાં ઘણી શ્રદ્ધા છે. નવેમ્બર 2022માં પણ તેમણે ઉત્તરાખંડમાં બાબા નીમ કરોલી આશ્રમની મુલાકાત લીધી હતી.
આશ્રમમાં પ્રાર્થના કરતા અનુષ્કા અને વિરાટની તસવીરો થઇ વાયરલ
આશ્રમમાં પ્રાર્થના કરતા અનુષ્કા અને વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તેમના ફેન પેજ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વિરાટ ઓલિવ જેકેટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલ જોવા મળી રહ્યો છે. ફેન સાથે પોઝ આપતી વખતે તેણે બ્લેક કેપ પણ પહેરી છે. જ્યારે અનુષ્કાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વાયરલ તસ્વીરોમાં તે વિરાટ સાથે ઉભી જોવા મળી રહી છે અને કાળો સ્વેટર પહેરેલો છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, કપલે આશ્રમમાં એક કલાક સુધી ધ્યાન કર્યું અને બુધવારે સવારે વૃંદાવન પહોંચ્યા. અહેવાલો અનુસાર, તેણે આશ્રમમાં ધાબળા અને ગરમ કપડાંનું પણ વિતરણ કર્યું હતું.
વિરાટ અનુષ્કાએ દુબઈ ટ્રિપની તસવીરો પણ શેર કરી છે
તમને જણાવી દઈએ કે, અનુષ્કા અને વિરાટે તાજેતરમાં જ તેમના દુબઈ ટ્રિપની તસવીરો તેમના ફેન્સ સાથે શેર કરી હતી. વિરાટે પોસ્ટ કરેલી તસવીરોમાં કપલ ડિનર ડેટ પર જતું જોવા મળ્યું હતું. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જ્યારે વિરાટે સફેદ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું.
અનુષ્કાની આવનાર ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ પહેલાથી જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જે પર ડાયરેક્ટ-ટુ-ઓટીટી માધ્યમમાં રિલીઝ કરવામાં આવશે.