રહેમાને મુંબઈ ખાતે તેની બાયોગ્રાફિ "નોટ્સ ઓફ અ ડ્રીમઃ ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન"માં તેની જિંદગીના મુશ્કેલીભર્યા દિવસો વિશે લખાયેલા પ્રકરણ વિશે વાત કરતા આ વાત કરી હતી. રહેમાનની આ બાયોગ્રાફી લેખક ક્રિશ્ના ત્રિલોકે લખી છે. આ બાયોગ્રાફીનું શનિવારે મુંબઈ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
2/4
રહેમાને ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, "25 વર્ષ સુધી મને આપઘાત કરી લેવાના વિચારો આવતા હતા. આ તબક્કામાં આપણામાંના ઘણા બધા લોકો આવું વિચારતા હોય છે. કારણ કે મેં મારા પિતાને ગુમાવી દીધા હતા, એટલું જ નહીં જીવનમાં બીજી અનેક સમસ્યાઓ ચાલી રહી હતી. કદાચ આ જ તબક્કાએ મને વધારે મજબૂત અને નિડર બનાવ્યો છે. જેનો જન્મ છે તેનું મોત નક્કી જ છે. તમામ સર્જનની એક અંતિમ તારીખ નક્કી જ હોય છે, તો મોત કે અન્ય બીજી વાતથી ડર કેમ?"
3/4
મુંબઈઃ સંગીતના પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલ મ્યૂઝિક ડાયરેક્ટર એ. આર. રહેમાનને એક સમયે આત્મહત્યા કરવાનો વિચાર આવતા હતા. એ. આર. રહેમાનની બાયોગ્રાફી ‘નોટ્શ ઓફ અ ડ્રીમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ આર રહેમાન’માં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
4/4
નોંધનીય છે એ.આર. રહેમાનની ઉંમર જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેના પિતા આર.કે. શેખરનું નિધન થયું હતું. રહેમાને 20 વર્ષની ઉંમરમાં મણી રત્નમની ફિલ્મ રોજા (1992)થી મ્યુઝિક કમ્પોઝર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. જોકે, સમય જતાં રહેમાને ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. આ માટે તેણે પોતાનું મૂળ નામ દિલીપ કુમાર પણ છોડી દીધું હતું.